Tuesday, March 21, 2023

વલસાડના બુટલેગર પાસેથી લાંચ માગવાના કેસમાં સુરતના પોલીસ કોન્સ્ટેબલે કરેલી આગોતરા જામીન નામંજૂર કરતી કોર્ટ | Court rejects Surat police constable's anticipatory bail in Valsad bootlegger's bribery case | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આરોપીએ બુટલેગરનો બંધ ધંધો ફરી ચાલુ કરવા અને બુટલેગરે 1 પેટી દારૂ વેચાણ બાદ 1 હજાર વ્યવહારના માંગ્યા હતા.

વલસાડ શહેરમાં રહેતા એક બુટલેગરનો સંપર્ક સુરતના પલસાણાન કોસ્ટબલ સાથે થયો હતો. જેમાં બંધ થયેલો દારૂનો ધંધો ફરી ચાલુ કરવા તેમના માણસો પાસેથી દારૂનો જથ્થો લેવા તેમજ દારૂની એક પેટીના 1 હજાર વ્યવહાર પેટે કોસ્ટબલનો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે દારૂનો બંધ ધંધો ચાલુ કરવા સુરતના કોસ્ટબલે 12 પેટી દારૂનો જથ્થો મોકલાવેલી હતી. દારૂના જથ્થાના અને વ્યવહારના મળી કુલ 90 હજાર ચૂકવવા જણાવ્યું હતું. બુટલેગરે ત્યારે તેની પાસે રૂ 30 હજારની સગવડ હતી જે ઓનલાઇન એપ ના માધ્યમથી ટ્રાન્સફર કર્યા હતા. બુટલેગરે બાકીના 60 હજાર પછી આપીશ તેમ જણાવ્યું હતું. સુરતના પલસાણાનો કોસ્ટબલ 60 હજારની પઠાણી ઉઘરાણી કરતો હતો. અને બુટલેગરની કાર લઈ જતો રહ્યો હતો. જેથી બુટલેગરે ACBની ટીમનો સંપર્ક કરી પલસાણાના કોસ્ટબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ACBની ટીમે ધરમપુર ચોકડી પાસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં પલસાણાના કોસ્ટબલના કહેવા ઉપર વલસાડ હાઉસિંગ બોર્ડમાં રહેતો ફોલ્ડર રૂપિયાની ઉઘરાણી કરવા આવ્યો હતો. ACB વલસાડની ટીમે ફોલ્ડરને લાંચની રકમ સ્વીકારતા ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. તે કેસમાં વોન્ટેડ આરોપી સુરતનો પોલોસ કોસ્ટબલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે કેસમાં વોન્ટેડ આરોપીએ પોલીસ ધરપકડથી બચવા કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

વલસાડ રહેતા એક બુટલેગરને તેનો બંધ થયેલો દારૂનો ધંધો ફરી ચાલુ કરવા દેવા સુરત પલસાણા પોલીસ મથકના ભગીરથસિંહ ચુડાસમાએ વાત કરેલ કે, દારૂની લાઇન ચાલુ કરવાની હોય તો કહેજો તમારા સુધી દારૂ પસાર કરવાના તેમજ એક પેટીના રૂ.1 હજારનો વ્યવહારના મને આપવા પડશે તેમ જણાવી બુટલેગરને 12 પેટી વિદેશી દારૂનો જથ્થો આપીને બંધ પડેલો દારૂનો ધંધો ચાલુ કરાવ્યો હતો. જે 12 પેટીના દારૂના જથ્થાના તેમજ પસાર કરવાના વ્યવહારના મળી રૂ.90 હજારની માંગણી સુરતના પલસાણા પોલીસ મથકના કોસ્ટબલ ભગીરથસિંહ ચુડાસમાએ કરી હતી. જેં પૈકી બુટલેગરે તેમના મોબાઇલ ઉપર રૂ.30 હજાર ઓનલાઇન ભગીરથસિંહ ચુડાસમાને ટ્રાન્સફર કરી જમા કરાવ્યા હતા. તેમજ બાકીના રૂપીયા 60 હજાર બાકી રાખ્યા હતા. જેના માટે બુટલેગરને ફોન કરી ભગીરથસિંહ ચુડાસમાએ પલસાણા ખાતે બોલાવ્યો હતો. બુટલેગર તેના મિત્ર યુવરાજસિંહની ક્રેટા કાર નં.. GJ-14-9200 લઇને ભગીરથસિંહ ચુડાસમાને મળવા ગયો હતો. જ્યાં ભગીરથસિંહ ચુડાસમાએ બુટલેગરના મિત્રની કાર લઇ લીધી હતી. તેમજ રૂ.60 હજાર જમા કરાવી ગાડી લઇ જવા જણાવતા બુટલેગરે ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. ACBની કચેરીમાં પોલીસ કોસ્ટબલ ભગીરથસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદ આધારે વલસાડ ACBની ટીમે ધરમપુર ચોકફી નજીક લાંચનું છટકાનુ ગોઠવ્યું હતું. વલસાડના ધરમપુર ચોકડી પાસે ભગીરથસિંહ ચુડાસમાના કહેવા ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો હાર્દિક રાજુભાઇ તિવારી લાંચની રકમના રૂ. 60 હજાર લેવા આવ્યો હતો. અને ACBના છટકામાં રૂ.60 હજારની લાંચ લેતા ACBની ટીમે ઝડપી પાડ્યો હતો.

વલસાડ ACBની ટીમે ભગીરથસિંહ ચુડાસમા વતી લાંચ લેવા આવેલા હાર્દિક તિવારીની અટકાયત કરી તેમજ ભગીરથસિંહ ચુડાસમાને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ નવસારી ACBની ટીમને સોંપી હતી. તે કેસમાં આરોપી ભગીરથસિંહ ચુડાસમાએ વલસાડની ACBની સ્પેશ્ય કોર્ટમાં પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી રજુકરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીનો અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની ACBની સ્પેશયલ કોર્ટના જજ ટી વી આહુજાએ વોન્ટેડ આરોપી ભગીરથ ચુડાસમાના આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

સુરતના પલસાણાના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા રૂપિયા 60 હજારની લાંચ માંગવાના ગુનામાં સંડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલ આરોપી ભગીરથસિંહ વિરમદેવસિંહ ચુડાસમાએ પોલીસ ધરપકડથી બચવા કરેલ આગોતરા જામીન અરજી સંદર્ભે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી વલસાડનાં સ્પેશ્યલ જજ શ્રી ટી વી આહુજાએ આરોપી પોલીસ કોન્સ્ટેબલની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: