No results found

    આણંદના બોરીયાવી પટાક સીમ વિસ્તારમાં આવેલી મોટી નહેરમાંથી મૃતદેહ મળ્યો, પોલીસે ઓળખ મેળવવા તપાસ હાથ ધરી | A dead body was found in a large canal in Anand's Boriyavi Patak Seam area, police are investigating to identify it. | Times Of Ahmedabad

    આણંદ41 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    આણંદ તાલુકાના બોરીયાવી ગામમાં પટાક સીમ વિસ્તારમાં આવેલી મોટી નહેરમાં એક 35 થી 40 વર્ષના આશરાનો અજાણ્યો યુવક ડુબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ રૂરલ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી મૃતક યુવકના વાલી વારસો ની શોધ ખોળ આરંભી છે.

    પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તાલુકાના બોરીયાવી ગામમાં આવેલી પટાક સીમ વિસ્તારમાં પસાર થતી મોટી નહેરમાંથી ગત તા.25 માર્ચ 2023ના સાંજના સમયે એક 35 થી 40 વર્ષના આશરાના અજાણ્યા યુવકની લાશ પાણીમાં તરતી જોતા સ્થાનિકો ભેગાં થઈ ગયાં હતા.

    આ બનાવ અંગે બોરીયાવી ગામમાં આવેલ સોનીયાની કુઈમાં રહેતાં દશરથભાઈ ચંદુભાઈ રાઠોડે આણંદ રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી અજાણ્યા યુવકની લાશ પાણીમાંથી બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

    કોઈ આકસ્મિત કારણોસર નહેરમાં ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.આ અંગે આણંદ રૂરલ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે તેમજ અજાણ્યા મૃતક યુવકના વાલી -વારસો ની શોધ ખોળ પણ આરંભી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال