પાટણ શહેર 3 અને સરસ્વતીમાં 1 મળી આજે 4 કેસ નોંધાયા, જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 9 પર પહોંચ્યો | Patan city 3 and Saraswati 1 found 4 cases reported today, number of active cases in the district reached 9 | Times Of Ahmedabad

પાટણ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં ચાર મહિના બાદ ફરી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે.ગત શનિવારના દિવસે પ્રથમ કોરોનાનો કેસ આવ્યા બાદ દિવસે દિવસે કોરોનના કેસમાં વધારો થયો છે.ત્યારે રવિવારે પાટણ શહેરમાં ત્રણ અને સરસ્વતી તાલુકામાં એક કોરોનાનો કેસ નોંધાયો છે. જિલ્લામાં કુલ 9 એક્ટિવ કેસ છે.

પાટણ શહેરના અબુવાલા ડેલામાં 60 વર્ષની મહિલા,સૂર્યનાગરમાં 11વર્ષના બાળક ,અને હાશાપુરમાં 61વર્ષના પુરુષ સહિત સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં 18વર્ષના યુવાનનું ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રવિવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના નો 4 કેસ સામે આવ્યો હતો.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 495 અને એન્ટીજન મળી કુલ 495 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ પુરુષ અને એક મહિલા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 9 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે…