જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં ચાર દિવસથી પાણી વિતરણ ન થતા લોકોમાં દેકારો થયો, અંતે મનપાએ ટેન્કર દોડાવવું પડ્યું | In Jamnagar's Gurdwara area, water was not distributed to the people for four days. Finally, the Municipal Corporation had to rush a tanker. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar’s Gurdwara Area, Water Was Not Distributed To The People For Four Days. Finally, The Municipal Corporation Had To Rush A Tanker.

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગરના ગુરુદ્વારા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કેનાલ નો સ્લેબ ધરાશાઇ થયા પછી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે તેમજ પાણી વિતરણ થઈ શકતું નથી, અને સ્થાનિક રહેવાસીઓ ચાર ચાર દિવસથી પાણીથી વંચિત રહયા છે.આ અંગેની ફરિયાદ ઉઠતા સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર નિલેશભાઈ કગથરા ઉપરોક્ત સ્થળે પહોંચી ગયા હતા, અને જામનગર મહાનગરપાલિકામાંથી તાત્કાલિક ધોરણે પાણીનું ટેન્કર મંગાવીને આસપાસના વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી વિતરણ કરાવ્યું હતું. ચાર દિવસથી પાણી વિના હેરાન થતાં સ્થાનિક રહેવાસીઓએ હાથમાં જે સાધન આવ્યું તે બેડા, ડોલ, પાણીના કેરબા વગેરેમાં પાણી મેળવવા માટે પડાપડી કરી હતી.

કયા કારણોસર રહેવાસીઓને ચાર દિવસ પાણી વિના રહેવું પડ્યું
જામનગર શહેરમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના ગુરુદ્વાર વિસ્તાર પાસે પાણીની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે વોટરવર્કસ શાખાના કોન્ટ્રાક્ટરના નબળી કામગીરી અને અણઆવડતના કારણે બ્રિજ કેનાલનો સ્લેબ તૂટી પડતા સ્લેબ સીધો ગટરની કેનાલમાં પડતા ગટરની કેનાલ જામ થઈ ગઈ હતી અને તેમાં રહેલું પાણી બહાર આવ્યું હતું અને તે વિસ્તારના મકાન એપાર્ટમેન્ટ અને દુકાનોના પાર્કિંગમાં ઘૂસી ગયા હતા અને રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારબાદ ચાર દિવસ સુધી પાણી નહીં મળતા વિસ્તારમાં દેકારો બોલી ગયો હતો. ત્યારે સ્થાનિક રહેવાસીઓ દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરતા તાત્કાલિક વિસ્તારના કોર્પોરેટર નિલેશ કગથરાએ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાને વિસ્તારના લોકોને પાણી વિતરણની વ્યવસ્થા કરવા સુચના આપી હતી ત્યારે તાત્કાલિક ધોરણે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવ્યું હતું.

જ્યારે ગુરુદ્વાર વિસ્તારના રહેવાસીઓને ચાર દિવસથી પાણી ન મળતા વિસ્તારના લોકો દ્વારા ડોલ,હાંડા, બેડા, ડબલા અને પાણી ભરવાના વાસણો સહીત જે હાથમાં આવ્યું તે ટેન્કર માંથી પાણી ભરવા માટે દોડ લગાવી હતી હાલ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ચાર દિવસ બાદ વિસ્તારના લોકોને ટેન્કરથી પાણી આપવામાં આવ્યું અને વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post