Wednesday, March 8, 2023

સુરતમાં તાપી નદી પરના કોઝવેમાં નહાવા પડેલા બે યુવકોના મોત, ધુળેટી ઉજવીને મિત્રો સાથે નહાવા જતા બની ઘટના | The death of two youths who took a bath in the causeway on the Tapi river in Surat, the incident happened while going to bathe with friends after celebrating Dhulet. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Death Of Two Youths Who Took A Bath In The Causeway On The Tapi River In Surat, The Incident Happened While Going To Bathe With Friends After Celebrating Dhulet.

સુરત7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કોઝવેમાં નાહવા પડેલા બે યુવકોના મોત - Divya Bhaskar

કોઝવેમાં નાહવા પડેલા બે યુવકોના મોત

ધુળેટીના તહેવારની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન જ મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના કોઝવે ખાતે બે યુવકો પાણીમાં નાહવા પડતા મોત થયા હોવાની ઘટના સામે આવી છે ફાયર વિભાગને ઘટનાની જાણ થતાની સાથે જ બંને યુવકોને કોઝવે ની બહાર કાઢ્યા હતા.

નહવા ગયેલા યુવકોનું મોત

સુરતના સિદ્ધિવિનાયક પાર્ક પાલનપુર જકાતનાકા શાકભાજી માર્કેટ પાસે રહેતા બે યુવકો તેમના મિત્રો સાથે ધુળેટી રમવા માટે બહાર નીકળ્યા હતા. કોઝવે તરફથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બે યુવકોને નાહવાની ઈચ્છા થઈ હતી. તેઓ કોઝવેમાં નાહવા જતા પગ સ્લીપ થઈ ગયો હતો અને પાણીમાં પડ્યા હતા. પહેલા એક યુવક પડ્યો હતો . ત્યારબાદ અન્ય વધુ એક કરતા બંનેનું મોત નીપજ્યું હતું.

યુવકોને મોજમસ્તી ભારે પડી

બે યુવકો કોઝવેમાં ડૂબી ગયા હોવાનો કોલ મળતાની સાથે જ મોરાભાગળ ટીમ અને કતારગામ ટીમ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.ડૂબી ગયેલા યુવકોને બહાર કાઢવાની કામગીરી ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી હતી. K/303 સિધ્ધી વિનાયક પાર્ક પાલનપુર જકાતનાકા શાકભાજી માર્કેટ ની બાજુમાં રહેતા (1 )મદન માલી ઉમર 20 વર્ષ આશરે (2)વિનોદ કુમાર સહગરા 19 વર્ષ આશરે મોત નીપજ્યું હતું.

યુવકો તેમના મિત્રો સાથે ધુળેટી રમવા બહાર નીકળ્યા હતા

ફાયર ઓફિસર વસંત સૂર્યવંશી એ જણાવ્યું કે બે યુવકો કોઝવેમાં પડ્યા હોવાની વિગત મળતાની સાથે જ અમારી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને યુવકોને તાત્કાલિક અસરથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી બંને યુવકોને બહાર કાઢતાને સાથે 108 પણ તે આવી હતી અને 108 ની ટીમ મેં તેમને તપાસ્યા પણ હતા. અમને મળેલી માહિતી મુજબ ઘણા મિત્રો ધુળેટી રમવા માટે બહાર નીકળ્યા હતા અને તેઓ કોઝવે ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન આજે ડૂબી જનાર બે યુવકો છે તેમણે જીત કરી કે આપણે કોઝવેમાં નાહીએ પરંતુ અન્ય તેમના મિત્રોએ તેમને ના પાડી હતી કે અહીંયા નાહવાનું નથી. છતાં તેઓ ન માન્યા અને મોઢું ધોવા માટે રેલિંગ ક્રોસ કરીને જતા એક નો પગ સ્લીપ થયો હતો અને બીજો તેને બચાવવા જતા તે પણ પાણીમાં ડૂબી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…