Wednesday, March 8, 2023

સુરતના કામરેજ પાસે ST બસ ચાલકે મોપેડને અડફેટે લેતા એકનું મોત, બસ નેશનલ હાઇવેના CCTVના પિલર સાથે અથડાઈ | One killed as ST bus driver hits moped near Kamrej in Surat, bus hits CCTV pillar of National Highway | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
મોપેડ એસટી બસની નીચે કચડાઈ ગઈ હતી. - Divya Bhaskar

મોપેડ એસટી બસની નીચે કચડાઈ ગઈ હતી.

સુરત જિલ્લાના કામરેજ ખાતે એસટી બસે મોપેડને અડફેટે લીધું હતું. જેમાં મોપેડ સવારને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર એસટી બસ અકસ્માત બાદ નેશનલ હાઈવેના સીસીટીવીના પિલર સાથે અથડાઈ હતી.

બસ નીચેથી ઈજાગ્રસ્તને કાઢવા લોકોએ બસને ઊંચી કરી.

બસ નીચેથી ઈજાગ્રસ્તને કાઢવા લોકોએ બસને ઊંચી કરી.

અકસ્માત સર્જનારી બસ વાપી-અમદાવાદ રૂટની
નેશનલ હાઇવે 48 પર અકસ્માતની ઘટના બની છે. કામરેજના ઘલા ગામના પાટિયા પાસે એસટી બસ ચાલકે મોપેડ સવારને અડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી સારવાર શરૂ કરી હતી. મોપેડનો નંબર GJ-05-ML-6752 છે. જ્યારે અકસ્માત સર્જનારી બસનો નંબર GJ-18-Z-7918 છે. અકસ્માત સર્જનારી બસ વાપી-અમદાવાદ રૂટની હતી.

સીસીટીવી પિલર સાથે બસ અથડાઈ હતી.

સીસીટીવી પિલર સાથે બસ અથડાઈ હતી.

અકસ્માત બાદ બસ CCTVના પિલર સાથે અથડાઈ
બસના ટાયર નીચે ફસાયેલા ઇજાગ્રસ્તને બહાર કાઢવા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો મદદે આવ્યા હતા. લોકોએ એકસાથે મળીને બસને ધક્કો મારી બસ ઊંચી કરી હતી. અકસ્માત બાદ બસ નેશનલ હાઇવેના સીસીટીવીના પિલર સાથે અથડાઈ હતી. પિલર તૂટી જતા સીસીટીવીના કેમેરા તૂટીને જમીન પર પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: