વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

ફાઇલ તસવીર
દસ વર્ષ પહેલાં પ્રભૂતામાં પગલાં પાડનાર વડોદરાની યુવતીના યુવતી સહિત પરિવારજનો ખૂશખુશાલ હતા. યુવતીએ પણ પોતાના મનગમતા યુવાન સાથે લગ્ન થતાં સોનેરી સપનો આંખોમાં સજાવ્યા હતા. પરંતુ, લગ્ન બાદ વડોદરાની પરિણીતાના સપના ચકનાચૂર થઇ ગયા હતા. લગ્ન બાદ ન્યુઝીલેન્ડમાં સ્થાયી થેયેલા પતિનું દેવું થઈ જતાં તમામ સંપત્તિ વેચી સ્વદેશ પરત ફર્યો હતો. અને પત્નીને પિયરની વાટ પકડાવી છૂટેછેડા આપી દેવા માટે દબાણ કરતા પરિણીતાએ પતિ તથા સાસુ સસરા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લગ્ન પછી ત્રાસ આપવાનું શરૂ કર્યું
મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય કામીની (નામ બદલ્યું છે) નું લગ્ન વર્ષ 2012માં ધવલ દુર્ગેશકુમાર પારેખ (રહે- સંતકૃપા સોસાયટી, વાસણા રોડ, વડોદરા) સાથે થયા હતા. લગ્નના આઠ માસ પસાર થયા બાદ સાસરિયાંઓ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
દીકરાની જિંદગી બરબાદ કરી
સાંસારીક જીવન બગડે નહિં તે માટે કામીની મુંગા મોંઢે ત્રાસ સહન કરી રહી હતી. દરમિયાન પતિ ધવલે વર્ષ-2014માં ન્યુઝીલેન્ડ જવા માટેની તૈયારી કરી હતી. ન્યુઝીલેન્ડ જવા માટે વીઝા સહિતના ખર્ચ માટે પત્ની કામીનીને પિયરમાંથી રૂપિયા લઇ આવવા માટે દબાણ કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે સમયે કામીનીની માતા બીમાર હોવા છતાં ખબર અંતર પૂછવા જવા દેતા ન હતા. અને સાસુ તથા સસરા જણાવતા હતા કે, લગ્ન સમયે કશું લાવી નથી. અને તારા માતા-પિતાએ પણ કશું આપ્યું નથી. મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાંખી છે.
ન્યુઝીલેન્ડથી જબરજસ્તી પરત મોકલી
દરમિયાન કામીની રૂપિયા 5 લાખ પિયરમાંથી લઇ આવી પતિને ન્યુઝીલેન્ડ જવા માટે આપ્યા હતા. પતિ ન્યુઝીલેન્ડ ગયા બાદ કામીની પણ નોકરી દરમિયાન જમા થયેલા પ્રોવિડંડ ફંડની રકમથી વર્ષ-2014માં ન્યુઝીલેન્ડ ગઇ હતી. ત્યાં થોડા સમય પતિ ધવલે સારો વ્યવહાર કર્યો હતો. બાદમાં પતિ ધવલે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ-2017માં બંને ભારત ફર્યા હતા. દરમિયાન વર્ષ-2019માં કામીનીના ભાઇનું લગ્ન હોઇ, કામીની ન્યુઝીલેન્ડથી ભાઇના લગ્નમાં આવવા માટે ઇચ્છતી ન હતી. પરંતુ, પતિએ જબરજસ્તી પત્ની કામીનીને ભારત મોકલી આપી હતી. ત્યાર બાદ ધવલ પણ ભારત આવ્યો હતો.
ભારત પરત ફરવાનો વારો આવ્યો
કામીનીએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ મૂક્યો છે કે, નવરાત્રીમાં પતિ અન્ય યુવતી સાથે ગરબા રમવા બાબતે પૂછતા મારી સાથે ઝઘડો કર્યો હતો. પતિએ ન્યૂઝીલેન્ડમાં દેવું કરી દેતા બધુ વેચીને ભારત પરત ફરવાનો વખત આવ્યો હતો. અને મને પિયરમાં મૂકીને તારી સાથે રહેવું નથી છૂટાછેડા જોઈએ છે તેવું પતિએ જણાવ્યું હતું.
એક વર્ષથી પિયરમાં રહે છે
વર્ષ-2021થી ભાઇ-ભાભીના ઘરે રહેતી કામીનીબહેને આખરે પતિ ધવલ પારેખ તેમજ સાસુ અને સસરા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે ફરિયાદના આધારે પતિ સહિત સાસરીયાઓ સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.