સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ (ટીબી હોસ્પિટલ)ના ઈન્ટર્ન ડોકટર્સની સ્ટાઈપેન્ડ વધારવાની માગ, રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું | Demand for increase in stipend of intern doctors of CU Shah Medical College (TB Hospital) of Surendranagar, held a rally and submitted a petition | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ( ટીબી હોસ્પિટલ )ના ઇન્ટર્નશીપ કરતા ડોકટરોની પાંચમા દિવસે પણ હડતાળ યથાવત રહી હતી. જેમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરો કોલેજથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેમાં સ્ટાઈપન્ડ વધારવાની માંગ સાથે કામગીરી અળગા રહી છેલ્લા પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

છેલ્લા પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ઇન્ટર્નશીપ કરતા ડોકટરો સુરેન્દ્રનગર શહેરના માર્ગો પર રેલી યોજી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં પાંચમાં દિવસે જુનિયર બેચના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 200થી વધુ ડોકટરો પણ હડતાલમાં જોડાયા હતા. જેમાં સૂત્રોચ્ચાર અને બેનરો સાથે કોલેજ કેમ્પસમાં રેલી યોજી વિરોધ કર્યો હતો.

કોલેજ દ્વારા માત્ર રૂ.4500 સ્ટાઈપેન્ડ ચૂકવતા કોલેજના સતાધિશો સામે રોષની લાગણી ફેલાવા પામી છે. જેમાં અન્ય કોલેજ અને હોસ્પિટલની જેમ રૂપિયા 18,000 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને ઇન્ટર્નશીપ કરતા ડોકટરો દ્વારા જો કોલેજ સતાધીશો દ્વારા માંગ સંતોષવામાં નહીં આવે તો ધરણા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જેમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરોએ આક્રોશ સાથે જણાવ્યું કે, ગુજરાતની અન્ય મેડિકલ કોલેજોમાં રૂ. 12 હજારથી લઇ રૂ. 32 હજાર સુધી સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. જ્યારે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં ફક્ત રૂ. 4500 જ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. છેલ્લા પાંચ દિવસથી ઇન્ટર્નશીપ કરતા ડોકટરો હડતાલ પર છે. આજે મેડિકલ કોલેજથી લઇ કલેક્ટર ઓફિસ સુધી ડોક્ટરોએ રેલી યોજી હતી.જેમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરો દ્વારા મેડિકલ કોલેજ વિરુદ્ધના સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. જ્યારે કલેક્ટર ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતુ. ત્યારે ઇન્ટર્નશીપ કરતા ડોકટરો દ્વારા તાત્કાલિક સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સમક્ષ પણ ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post