વડોદરાના ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો | Fierce fire in scrap godown at Gujarat Industrial Estate, Vadodara, fire brigade douses fire | Times Of Ahmedabad

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરાના ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

વડોદરા નવાયાર્ડ-છાણી રોડ ઉપર આવેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની કંપનીઓ-ગોડાઉનોને લપેટમાં લે તે પહેલા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગયું હતું. અને ચારેકોરથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ભારે નુકશાન થયું હોવાનું અનુમાન છે.

જોત જોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
મળેલી માહિતી પ્રમાણે શહેરના નવાયાર્ડ-છાણી રોડ ઉપર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્સેટ આવેલું છે. આ એસ્ટેટમાં નાની-મોટી કંપનીઓ તેમજ ગોડાઉનો આવેલા છે. આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત આવેલા પ્લાસ્ટીકના ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. આગના ધુમાડા દેખાતા એસ્ટેટના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. અને લોકો કંઇ વિચારે તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનના સંચાલકો પણ દોડી આવ્યા હતા.

આગના ધુમાડાથી આકાશ છવાયું

આગના ધુમાડાથી આકાશ છવાયું

અન્ય કંપનીના લોકો સલામત સ્થળે દોડી ગયા
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત પ્લાસ્ટીકના ગોડાઉનમાં લાગેલી ભયંકર આગના પગલે ગોડાઉનમાંથી ધૂમાડાના ગોટેગોટા ઉંચા આકાશ સુધી પહોંચી ગયા હતા. તે સાથે ધુમાડાના ગોટેગોટા વિસ્તારમાં પ્રસરી ગયા હતા. ભીષણ આગ લાગવાના કારણે એસ્ટેટ સ્થિત નાની-મોટી કંપનીઓ તેમજ નાના-મોટા ગોડાઉનના સંચાલકો પણ પોતાના સ્થળો છોડી સલામત સ્થળે પહોંચી ગયા હતા. બીજી બાજુ આગ વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી હોઇ, એસ્સેટના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

આગ ઉપર પાણીમારો ચલાવી રહેલા લાશ્કરો

આગ ઉપર પાણીમારો ચલાવી રહેલા લાશ્કરો

યોજનાબધ્ધ રીતે આગ કાબુમાં લીધી
દરમિયાન પ્લાસ્ટીકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ અન્ય કંપનીઓ અને ગોડાઉનોને પોતાની લપેટમાં લે તે પહેલાં વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરોનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને યોજનાબધ્ધ રીતે આગ ઉપર ચારેકોરથી પાણીમારો શરૂ કરી આગને વધુ પ્રસરતા અટકાવી દીધી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા હોવાથી લાશ્કરોને ઓક્સિજન બોટલની સુવિધા સાથે આગને બુઝાવવાની કામગીરી કરવાની ફરજ પડી હતી. આગના આ બનાવે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઓક્સિજન સિલીન્ડર સાથે લાશ્કરની કામગીરી

ઓક્સિજન સિલીન્ડર સાથે લાશ્કરની કામગીરી

સંચાલકો પણ દોડી આવ્યા
ગોડાઉનના દિનેશભાઇએ જણાવ્યું હતું કે, આજે બપોરે એકાએક પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા હું અને મારો પુત્ર સ્થળ પર દોડી આવ્યા હતા. આગ કેવી રીતે લાગી તે ખબર નથી. પ્રથમ કામ અમે આગ વધુ પ્રસરતા અટકે તે માટે ફાયર બ્રિગેડને જાણ કરી દેતા લાશ્કરો આવી પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીમારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, વ્યાપક નુકશાન થયું છે.

આગને વધુ પ્રસરતા લાશ્કરોએ અટકાવી

આગને વધુ પ્રસરતા લાશ્કરોએ અટકાવી

વીજ પુરવઠો બંધ કરાયો
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગેલી ભીષણ આગને પગલે એસ્ટેટનો વીજ પુરવઠો સલામતીના કારણે વીજ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો. આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ બનાવ અંગે ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post