બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત લોકગાયકોની ભૂમિ છે જ્યા કલાકારો પણ કરોડો રૂપિયાનો વરસાદ થાય તે સામાન્ય વાત બની ગઈ છે. પણ પાલનપુરમાં આયોજીત લોકડાયરમાં કીર્તિદાન ગઢવી પર પૈસાની સાથે સાથે સોનાનો વરસાદ થયો હતો. કીર્તિદાન પર સોના-ચાંદીના સિક્કા ઉછળ્યાં હતા. જેને જોઈ તમામ લોકોની સાથે સાથે કલાકારો પણ ચોકી ઉઠ્યાં હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
કલાકારોએ ભજનની રમઝટ બોલાવી
પાલનપુરમાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો. જેમાં સોના-ચાંદીનાનો વરસાદ થયો હતો. જલારામબાપાના ત્રી દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કીર્તિદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, બીજરાજદાન ગઢવી, ઉર્વશી રાદડિયા, ચતુરદાન ગઢવી સહીતના કલાકરોએ ભજનની રમઝટ બોલાવી હતી. આ લોકડાયરા દરમિયાન જલારામ બાપાના એક ભક્તે કીર્તિદાન ગઢવી પર સોના-ચાંદીના સિક્કા ઉછાડ્યાં હતા.
મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જલારામ બાપાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 28, 29 અને 30 માર્ચના રોજ યોજાયો હતો. પંચ કુંડાત્મક મહોત્સવનું જલારામ માનવસેવા ટ્રસ્ટ તેમજ સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા ડીસા હાઇવે ઉપર પાલનપુરમાં કરવામાં આવ્યું હતું. જેમા પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, બ્રિજરાજદાન ગઢવી, ઉર્વશી રાદડિયા ચતુર દાન ગઢવી સહિતના કલાકારોની સાથે ગત રાત્રિના લોક ડાયરાની ભવ્ય રમઝટ જામ હતી. મોટી સંખ્યામાં આજુબાજુના લોકો ડાયરામાં જોડાયા હતા.
આ લોકડાયરામાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી પર જલારામ બાપાના એક ભક્તે સોના-ચાંદીના સિક્કા ઉછાડ્યા હતા. કીર્તિદાન પર પૈસાની સાથે સાથે સોનાનો પર વરસાદ થયો હતો. આ જોઈ લોકોની સાાથે સાથે કલાકાર કીર્તિદાન ગઢવી પણ ચોકી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કીર્તિદાન ગઢવીના અનેક ડાયરામાં કરોડો રૂપિયા ઉડ્યા હોય તેવા અનેક બનાવો સામે આવી ગયા છે. તેમજ ભારતીય ચલણી નોટોની સાથે સાથે ડોલર પણ ઉડ્યા હોય તેવું પણ અનેક વખત બન્યું છે.