Thursday, March 30, 2023

વારાદાર પૂજારી દ્વારા દ્વારકાધીશને રામનો શૃંગાર અર્પણ કરાયો; વિશેષ ઉત્સવ આરતી કરાઇ | Rama's sringar was offered to Dwarkadhish by Varadar Pujari; A special festival Aarti was performed | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

દ્વારકાના જગત મંદિરમાં વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ત્યારે આજે સનાતન ધર્મના આરાધ્યદેવ ભગવાન શ્રીરામનો જન્મ દિવસ હોય, ભારત ભરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રીરામની રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે દ્વારકાના જગત મંદિર ખાતે આજે વારાદાર પુજારી દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશજીને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. હાથમાં તીરકામઠા સાથે ભગવાન દ્વારકાધીશ જાણે શ્રીરામનો અવતાર ધારણ કર્યો હોય, તેવું પ્રતિત થઈ રહ્યું હતું. પૂજારી પરિવાર દ્વારા બપોરના 12:00 કલાકે ઉત્સવ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.