Wednesday, March 8, 2023

હિંમતનગરમાં રંગોની છેડો એક બીજા પર ઉડાડી ધુળેટી પર્વની ઉજવણી કરાઈ; ધારાસભ્યના જન્મ દિવસની કેક પણ કાપી | Dhuleti festival was celebrated in Himmatnagar by flying the ends of colors on each other; MLA's birthday cake was also cut | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં ધામધૂમ પૂર્વક રીતે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય એ ભાજપના કાર્યકર્તા અને મિત્રો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. તો જોગાનુજોગ હિંમતનગર ધારાસભ્યનો જન્મ દિવસ હોવાથી કેક પણ કાપવામાં આવી હતી. આમ ધુળેટીની ઉજવણી બમણી થઇ હતી.

રંગોનો ત્યોહાર એટલે ધુળેટી. ધુળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળો પર નાના બાળકો સહિત વૃદ્ધોએ પણ ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. હિંમતનગર શહેરના ખેડ તસિયા રોડ પર આવેલી પ્રભુતા પાર્ટી પ્લોટમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ભાજપના કાર્યકરો અને મિત્રોએ એક બીજા પર રંગોની છેડો ઉડાડી હતી અને કેસુડાના પાણી વડે ધૂળેટી રમ્યા હતા. જોગાનું જોગ ધારાસભ્ય વી.ડી. ઝાલાનો જન્મ દિવસ હોવાને લઈને ભાજપના કાર્યકર્તા અને પાલિકાના સદસ્યોએ કેક કાપી હતી.

આમ, ધુળેટીની ઉજવણી બમણી થઇ હતી અને વિવિધ ધુળેટીના ગીતો પર એક બીજા પર રંગો ઉડાડીને હોળી આઈ રે ના નાદ સાથે ઉજવણી કરી હતી. એકબીજાના મોઢા પર લગાવેલા કલરથી ચહેરા રંગબેરંગી થઇ ગયા હતા. તો બીજી તરફ પાણીનો મારો કરતા કલર કપડા પર ઉતાર્યો હતો. આમ ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: