Wednesday, March 8, 2023

સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ મહિલાલક્ષી જાગૃતિ કાર્યક્રમો યોજાયા, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ કરાયું | Various women oriented awareness programs were held in Surendranagar district, approval order of Vali Dhoti Yojana was distributed | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

દર વર્ષે 8મી માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સુરેન્દ્રનગર ખાતે મહિલા જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત આઇ સી.ડી.એસની યોજના, મહિલાઓને આરોગ્યલક્ષી માહિતી, મહિલાલક્ષી કાયદાકીય માહિતી, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરની માહિતી, સંકટ સખી એપ્લીકેશન વિશે, મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી વિવિધ યોજનાઓ જેમ કે, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરુપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાલંબન યોજના વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ કરવામા આવ્યા હતા. વિવિધ ક્ષેત્રે સિદ્ધી મેળવેલી વિકલાંગ મહિલાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઇ સી.ડી.એસ સ્ટાફ તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…