પાટણ43 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં સંકલનને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા સંકલન સમિતીની બેઠકમાં હિટવેવ અંતગર્ત કરવા પાત્ર કામગીરી અને પુર્વ તૈયારી, કમોસમી વરસાદ અન્વયે થતા ચુકવણા અંગેની કામગીરી, અમૃત સરોવર અંતગર્ત થયેલી કામગીરીની સમીક્ષા, સુજલામ સુફલામ જળસંચય અભિયાન અને જળશક્તિ અભિયાન અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા, ઇ-શ્રમ કાર્ડ નોંધણી અંતગર્ત થયેલી કામગીરીની સમીક્ષા, રખડતા ઢોરોના અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા, એસ.એસ.સી/એચ.એસ.સી. પરીક્ષા વગેરે બાબતે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે સંવાદ કરીને માહિતી મેળવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓને જરૂરી સુચનો પણ કરવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકી,અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.