Saturday, March 18, 2023

મહેસાણામાં અસામાજિક તત્વો ખુલી તલવારો લઇ વાહન ચાલકોને પરેશાન કરતો વીડિઓ વાયરલ, SPએ તપાસના આદેશ આપ્યા | Video of anti-social elements harassing vehicle drivers with open swords goes viral in Mehsana, SP orders investigation | Times Of Ahmedabad

મહેસાણાએક કલાક પહેલા

મહેસાણા સહેરમાં જાહેર માર્ગો પર અસામાજિક તત્વો ખુલી તલવારો સાથે જાહેર માર્ગો પર વાહન ચાલકોને રોકતા હોવાનો વિડિઓ હાલમાં સોસીયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ત્યારે અસામાજિક તત્વોએ એક યુવકને પણ માર માર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.

મહેસાણા શહેરમા સોસીયલ મીડિયામાં અસામાજિક તત્વોનો એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે.જેમાં અસામાજિક તત્વો પોતાના હાથમાં લાકડીઓ તલવારો લઇ જાહેર માર્ગો પર ફરી રહ્યા છે.તેમજ આવતા જતા વાહન ચાલકો ને હેરાન કરતા હોવાનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવકને પણ માર માર્યો હોવાની વિગતો સામે આવી છે.સમગ્ર મામલે દિવ્ય ભાસ્કર જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી ને સંપર્ક કરતા તેઓ જણાવ્યું કે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે તેમજ એક યુવક ને હાલ ઝડપી લેવામાં આવ્યો છે.

અસામાજિક તત્વોએ પાર્લર ચલાવતા યુવકને માર માર્યો પોલીસે ફરિયાદ નોંધ્યા વિના તગેડી મુક્યા: ભોગબનનાર
આશિષ ચૌધરી નામના યુવકે દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે સોમવારે રાતનો બનાવ છે.માનવ આશ્રમ જિલ કોમ્પલેક્ષમા પાર્લર પર મિત્રો બેઠા હતા એ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો રીક્ષા લઇ નાસની હાલતમાં અમારી પાસે આવી અહીંયા કેમ બેઠા છો એક કહી માથાકૂટ કરવા લાગ્યા બાદમાં તેઓ પાસે રહેલા ધોકા લઈ અમને મારવા લાગ્યા જેમાં મને લાકડી લાવી અસામાજિક તત્વો પોતાની પાસે તલવાર, છરા અને લાકડીઓ લઇ આવી દુકાન પર પણ તલવારો મારી હતી.બાદમાં પોલીસ ફરિયાદ કરવા જતાં સમયે બાદમાં પોલીસ સ્ટેશન થી ઘરે જતા સમયે આજ અસામાજિક તત્વોએ ફરી તલવારો લઇ આવી હુમલો કરવા જતાં અમે મહેસાણા એ ડિવિઝન માં જતા રહ્યા.યુવકોના જણાવ્યા પ્રમાણે આટલા દિવસો સુધી પોલીસ આમરી અરજીઓ જ લઇ રહી છે.ફરિયાદ નોંધતી નથી.

SPએ કહ્યું તપાસના આદેશ આપી દેવાયા છે
સમગ્ર મામલે દિવ્ય ભાસ્કર જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આ કેસમાં એક આરોપી ને ઝડપી લીધો છે અન્ય ને ઝડપવા તજવીજ ચાલુ છે તમેજ અસામાજિક તત્વોએ એ અગાઉ બનાવેલ રિલ્સમાં પોલીસની ગાડી પણ દેખાય છે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે.તેમજ ફરિયાદી સાથે કોઈ અગાઉ ઝઘડો થયો હતો એ મામલે ફરિયાદીને પણ આજે બોલાવવામાં આવશે સ્થાનિક પોલીસને તપાસના આદેશ આપી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: