Wednesday, March 8, 2023

દારૂ ભરેલી કારે બાઇક ચાલકને અડફેટે લીધી; સીસીટીવી તપાસતા પોલીસ કોન્સ્ટેબલ અકસ્માત સર્જી દારૂ અન્ય કારમાં ટ્રાન્સફર કરતા ઝડપાયા | Drunken car hits biker; A police constable was caught while checking the CCTV and transferring the liquor to another car causing an accident | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Drunken Car Hits Biker; A Police Constable Was Caught While Checking The CCTV And Transferring The Liquor To Another Car Causing An Accident

અરવલ્લી (મોડાસા)40 મિનિટ પહેલા

ગાંધીના ગુજરાતમાં દારૂ છૂટથી મળતો હોવાની વાતો જગ જાહેર છે, પરંતુ દારૂ પકડાનાર પોલીસ જ ખુદ દારૂની ખેપ મારતો હોવાના આક્ષેપ સાથે જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોય એજ પોલીસ સ્ટેશનના કર્મચારી સામે જ્યારે દારની હેરાફેરીની ફરિયાદ નોંધાય ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લાના પોલીસ તંત્ર માટે શરમજનક ઘટનાની ચારેકોર નિંદા થઈ રહી છે.

વાત છે અરવલ્લી જિલ્લાના રાજસ્થાન સરહદે અવેલા મેઘરજ ગામની. ગઈકાલે માલપુર રોડ પર એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. ત્યારે એકાએક કારના આગલા બંને ટાયર ફાટ્યા જેથી કાર પર ચાલકનો કાબૂ ના રહ્યો અને એક બાઇક સવારને અડફેટે લીધો અને કાર પંચાલ રોડ પર એક દુકાનના આગળના ભાગે ઉભી રહી. ઇજાગ્રસ્તના પરિવારજનોએ કારનો પીછો કરી કાર સુધી પહોંચ્યા. તો કારમાંથી મેઘરજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગઢવી કારમાંથી દારૂની પેટીઓ અન્ય એક કારમાં ટ્રાન્સફર કરતો જણાયો. જે બાબતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેના આધારે ઇજાગ્રસ્તના પિતાએ સીસીટીવી આધારે મેઘરજ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગઢવી સામે અકસ્માતની તેમજ કારમાંથી દારૂની હેરાફેરીની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અને સીસીટીવી આધારે જિલ્લા પોલીસ વડાએ દારૂ હેરાફેરી કરનાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગઢવી, જતીન રાકેશભાઈ અને વિજય ગોબરભાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે અને સમગ્ર પ્રકરણની તપાસ ડીવાયએસપી હેડક્વાર્ટરને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: