Wednesday, March 8, 2023

જગન્નાથ મંદિરમાં ફૂલડોલોત્સવ ઉજવાયો, ભક્તો ઉપર ગુલાલ, કલર અને કેસુડાના ફૂલો સાથે પાણીની છોડો ઉછાળી | A flower festival was celebrated at the Jagannath temple, showering water plants with gulal, color and kesuda flowers on the devotees. | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

આજે રંગોના તહેવાર એવા ધૂળેટીના દિવસે લોકો મન ભરીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે. એકબીજા પર કલરો અને પાણીની છોડો ઉછાળી અને ધુળેટી મનાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના વિવિધ મંદિરોમાં પણ ધુળેટીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ આજે ફૂલડોલોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો ઉપર ગુલાલ, કલર અને કેસુડાના ફૂલો સાથે પાણીની છોડો ઉછાળી અને તહેવાર મનાવવામાં આવ્યો હતો.

જગન્નાથ મંદિરમાં ફૂલડોલોત્સવની ભવ્ય ઉજવણી
શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં આજે ફૂલડોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ધુળેટીના પર્વને લઈ પસંદ કરવા માટે આવ્યા હતા ભક્તો પર ગુલાલ કલર કેસુડાના ફૂલોના પાણી છાંટી અને ઉજવણી કરાઈ હતી. લોકોએ ભગવાનને પણ કલર અર્પણ કર્યા હતા. જ્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. ગુલાલ તેમજ કલર ઉડાડી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

પાર્ટી પ્લોટ, કલબ, સોસાયટીમાં હોળીની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, રંગોના તહેવાર એવા ધુળેટીની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો ઉજવણી કરી રહ્યા છે. આજે સવારથી જ એસજી હાઇવે પર આવેલા કર્ણાવતી ક્લબમાં ધુળેટી રમવા માટે મોટી સંખ્યામાં નાના બાળકો, યુવતીઓ, મહિલાઓ અને પુરુષો ઉમટી પડ્યા હતા. રેઇન ડાન્સ કરી અને એકબીજાને કલર લગાવી લોકોએ એકબીજાને રંગીને ઉજવણી કરી હતી. નાના બાળકોને હોળી રમવા માટે થઈ અને એક નાનો સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો હતો જેમાં નાના બાળકો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારી ધુળેટીની મજા માણી હતી. આ વર્ષે પણ લોકો સવારથી પાર્ટી પ્લોટ, કલબ, સોસાયટીમાં કલર અને પાણી વડે હોળીની ઉજવણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: