Saturday, March 11, 2023

ઓઢવ રિંગ રોડ પર હોટલમાં ડમી ગ્રાહક મોકલ્યો, પોલીસે રેડ કરતાં મેનેજર ઝડપાયો અને માલિક ફરાર | A dummy customer was sent to a hotel on Odhav Ring Road, the police raided the manager and the owner absconded | Times Of Ahmedabad

અમદાવાદ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરના રિંગ રોડ પર ભાડે હોટલ રાખીને દેહ વેપારનો એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. હોટલમાં તપાસ કરતા 5 યુવતીઓ મળી આવી હતી, જેની પાસે હોટલનો સંચાલક અને મેનેજર દેહ વેપાર કરાવતા હતા.પોલીસે મેનેજરની ધરપકડ કરી છે. જ્યારે હોટલનો માલિક ફરાર છે જેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

AHTUને મળેલી અરજીના આધારે રેડ
મહિલા ક્રાઈમના AHTUને અરજી મળી હતી કે, ઓઢવ રિંગ રોડ પર આવેલી હોટલમાં યુવતીઓ રાખીને દેહ વેપાર કરાવવામાં આવે છે. જે આધારે AHTU યુનિટ દ્વારા ઓઢવ રિંગ રોડ પર આવેલી ખુશ્બુ હોટલ પર ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેને હોટલના મેનેજરને 1500 રૂપિયા આપ્યા હતા.આ દરમિયાન પોલીસને દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની જાણ કરતા પોલીસ દ્વારા હોટલમાં રેડ કરવામાં આવી હતી. હોટલમાં રેડ દરમિયાન હોટલ મેનેજર બાબુસિંહ યાદવ મળી આવ્યો હતો. જ્યારે હોટલનો સંચાલક ગોપાલ ભદોરીયા ફરાર હતો. આ ઉપરાંત હોટલના અલગ-અલગ રૂમમાંથી 5 યુવતીઓ મળી આવી હતી, જે ગુજરાત બહારની હતી.

હોટલ ભાડે રાખીને સંચાલક દેહવેપાર કરાવતો
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, ગોપાલસિંહ હોટલ ભાડે રાખીને દેહ વેપારનો ધંધો કરતો હતો, જે આવક થાય તેમાંથી યુવતીઓને કેટલીક રકમ આપતો હતો. જ્યારે હોટલમાં બાબુસિંહને મેનેજર તરીકે રાખ્યો હતો. ગોપાલ દિવસમાં એક વાર આવીને પૈસા લઈ જતો હતો. યુવતી પૈસાની જરૂર હોવાથી દેહ વેપાર કરતી હતી. સમગ્ર મામલે મેનેજર અને સંચાલક વિરુદ્ધમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને મેનેજર બાબુસિંહની ધરપકડ કરવાના આવી છે .જ્યારે ફરાર ગોપાલની શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: