Saturday, March 11, 2023

રામેશ્વર એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે બિલ્ડરને મકાનની ચાવી આપનાર 32 સભ્યોને ભાડા અપાયા | As part of the Rameswar Apartment Redevelopment Project, 32 members who gave the house keys to the builder were given rents. | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ગુજરાત હાઉસિંગ બોર્ડની ફાઈલ તસવીર - Divya Bhaskar

ગુજરાત હાઉસિંગ બોર્ડની ફાઈલ તસવીર

આજરોજ રામેશ્વર એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રક્રિયાના ભાગરૂપે બિલ્ડર દ્વારા જે સભ્યોએ હાલ મકાન ખાલી કરી બિલ્ડરને સોંપણી કરી છે અને ચાવી બિલ્ડરને સોંપી છે, તેવા 32 સભ્યોને ભાડા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. એડવાન્સ ભાડા પેટે રૂપિયા 54,000 (18000×3મહીના=54000 તથા ચોથા મહીનેથી ઓનલાઈન ટ્રાંન્સફર થશે) તથા ટ્રાન્સપોર્ટેશન પેટે રૂપિયા 20,000 એમ કુલ રૂપિયા 74,000ના કુલ 2 ચેક આપવામાં આવેલ છે. ચેક મેળવનાર દરેક સભ્યને પ્રમુખે અભિનંદન પાઠવ્યા હતા. પ્રોજેક્ટના ભાગરૂપે રોજ 1થી 2 મકાન ખાલી થઈ રહ્યા છે.

એપાર્ટમેન્ટના બધા જ રહીશનો આભારઃ સંદિપ ત્રિવેદી
આ અંગે સંદિપ ત્રિવેદીએ (પ્રમુખ, રામેશ્વર એપા.એસો.)જણાવ્યું હતું કે, રામેશ્વર એપાર્ટમેન્ટના બધા જ રહીશનો આભાર કે તેઓએ એસોસીએશન ટીમ પર ભરોસો રાખ્યો અને દરેક પરિસ્થિતીમાં સાથ સહકાર આપ્યો. એસોસીએશન ટીમ તથા ગુ.હા.બોર્ડના અધીકારીઓ અને બિલ્ડરનો સકારાત્મક અભીગમ રહ્યો, આ બધા જ આ સફળતાના હક્કદાર છે. આ સફળતા તેઓથી જ મળેલ છે અને તેમના શીરે છે. આ ઉપરાંત આ ગ્રુપના આપ સહુ મિત્રોનો પણ આભાર કે સમયે સમયે માર્ગદર્શન અને સહકાર આપે આપ્યો છે. રામેશ્વર એપાર્ટમેન્ટની સફળતા પાછળ આપ સહુ હાઉસિંગના રહીશોનો તથા સ્થાનીક-રાજકીય આગેવાનો નો પણ મહત્વનો રોલ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: