ચોટીલાના ઐતિહાસિક ચામુંડા ધામ ખાતે સતત બીજા વર્ષે ડુંગર પરિક્રમાનું આયોજન, હજારો ભાવિકો જોડાયા | The Dungar Parikrama was organized for the second consecutive year at the historic Chamunda Dham in Chotila, with thousands of devotees participating | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેશભરમાં હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે નવદુર્ગા મંદિરોમાં માઈભક્તો દ્વારા નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યા છે. ત્યારે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા ધામ ખાતે બીજા વર્ષે પણ ડુંગર પરિક્રમાનું ભવ્ય આયોજન કરાયું હતુ. જેમાં ડુંગર પરિક્રમામાં હજારોની સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે ધર્મ જાગરણ મંચ દ્વારા ડુંગર ફરતે પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રવિવારે સવારે ડુંગર તળેટી ખાતે સંતો અને મહંતોની હાજરીમાં ધર્મસભા તેમજ માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ માઈભક્તો માટે પરિક્રમા ખુલ્લી મુકવામાં આવી હતી. આ ઐતિહાસિક પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉત્સાહભેર માતાજીના ડુંગર પરિક્રમા જોડાઈને ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે…