છોટા ઉદેપુરએક કલાક પહેલા
- કૉપી લિંક
છોટા ઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ મથકમાં આજે એ.સી.બી. ત્રાટકી હતી અને હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે. બનાવની વિગત એવી છે કે ઝોઝ પોલીસ મથકમાં એક 325, 504, 506(2), તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ નોંધાયેલ ગુનાના આરોપીને જામીન પર મુક્ત કરવા માટે હેડ કોન્સ્ટેબલ પરબસિંગ નારસિંહ રાઠવાએ રૂ.10 હજારની લાંચ માંગી હતી. આરોપી લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેઓએ એન્ટી કરપ્શન વિભાગને ફરિયાદ કરતા વડોદરા એ.સી.બી. એ આજરોજ છટકું ગોઠવ્યું હતું. છઠ્ઠા મુજબ હેડ કોન્સ્ટેબલ પોલીસ મથકમાં રૂ.10 હજારની લાંચ લેતા એ.સી.બી. ના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા.
છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં લાંચ લેવાનો બીજો કિસ્સો નોંધાયો છે. અગાઉ પાંચ દિવસ પહેલા નસવાડી વન વિભાગના કર્મચારી પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આ બીજો કિસ્સો સામે આવતા ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.