મહુવા (ભાવનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક

મહુવા બગદાણા રોડ પર વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા ચૈત્ર માસમાં ત્રીજીવાર બગદાણા વિસ્તારમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા તેમજ ભારે પવન સાથે વરસાદી માહોલ બગદાણા ખાતે જોવા મળી રહ્યો છે. આજુબાજુના ચારથી પાંચ ગામોમાં વધુ વરસાદ વરસ્યો છે.આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ખેતરની અંદર હાલ ડુંગળી તેમજ ઘઉં, ચણા જેવા પાક હજી પણ વાવેલા છે.

છેલ્લા દોઢ મહિનાથી સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ વરસાદની આગાહી કરી રહ્યું છે ત્યારે મહુવા વિસ્તારમાં આ સમયે ભાગ્યે જ વરસાદ જોવા મળે છે. આજે બપોરના બગદાણા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય વિસ્તારમાં મોણપર દેગવડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ચૈત્ર માસમાં અષાઢનો અનુભવ ગામના લોકો કરી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

