Wednesday, March 8, 2023

શહેરામા હોળી ધુળેટીના પર્વે માટીના લાડવા પરથી વરસાદનો વરતારો કાઢ્યો; જિલ્લામાં ધુળેટીના તહેવારની રગેચંગે ઉજવણી | The festival of Holi Dhuleti in the city brought rain from the earthen ladles; Vigorous celebration of Dhuleti festival in the district | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

શહેરા તાલુકામાં હોળી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરા તાલુકાના કેટલાક ગામોમાં હોળીના દિવસે માટીના લાડવા દાટીને ધુળેટીના દિવસે કાઢીને તેની ભીનાશ પરથી વરસાદનો વરતારો કાઢવાની પંરપરા ચાલી આવે છે. જેમાં માટીના ચાર લાડવા બનાવવામાં આવે છે અને તેને આપણી ગુજરાતી મહિનાઓના પ્રમાણે નામ અનુક્રમે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો નામ આપવામાં આવે છે.

જાણો સમગ્ર પરંપરા વિશે…
તેની ઉપર સફેદ દોરો વીંટવામાં આવે છે. પછી હોળી જ્યાં પ્રગટાવવાની હોય છે. જ્યાં એક ખાડો ખોદવામાં આવે છે. તેમાં આ ચાર લાડવા મુકવામાં આવે છે. તેની ઉપર પાણી ભરેલી ગાગર મુકવામાં આવે છે. ત્યારબાદ તેની ઉપર છાણાં મુકી દેવામાં આવે છે અને માટીથી દાટી દેવામાં આવે છે. ત્યારબાદ તે જગ્યા ઉપર જ હોળી પ્રગટાવવામાં આવે છે. ધુળેટીની દિવસે દાટેલા માટીના લાડવા બહાર કાઢવામાં આવે ત્યારે ગામના લોકો પણ મોટી સંખ્યામાં ભેગા થાય છે. લાડવા કાઢીને તેના ભેજ પરથી વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. માટલીમાં રાખેલા પાણીને પણ વહેંચી દેવામાં આવે છે.

જેની સાથે માન્યતા છે કે, આ પાણી પીવાથી તાવ આવતો નથી. તેમજ ઘરમાં પાણી છાંટવાથી આખુ વર્ષ સુખ શાંતિમય રહે છે. આ વખતે તમામ લાડવા સરખા ભેજ વાળા થયા હોવાથી ચોમાસાના ચારેય મહિના પુરો વરસાદ પડવાનો વર્તારો કાઢવામાં આવ્યો હતો. જોકે આ એક માન્યતા છે, પરંતુ ગ્રામજનો સાથે તેમની શ્રધ્ધા જોડાયેલી છે. આમ, શહેરા પંથકમાં પણ અનોખી રીતે હોળી-ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

અબીલ ગુલાલની છેડો ઉડી…
પંચમહાલ જિલ્લા સહિત ગોધરાવાસીઓ કોઇ પણ તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી કરી હતી. જ્યારે તહેવારોની વચ્ચે પડતર દિવસ આવે ત્યારે સોનામાં સુગંધ ભળે તેવું થઇ જાય છે. પડતર દિવસને પણ તહેવારમાં બદલી નાખે તેવા ગોધરાવાસી ગઈકાલે ધુળેટીની ઉજવણી કર્યા બાદ આજે પણ ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે. હોળીના બીજા દિવસે ધુળેટી હોય તેવું માનનારા વર્ગે ગઈકાલે રંગોત્સવ મનાવ્યો પણ ખરેખર ધુળેટી આજે હોવાથી મોટાભાગના લોકો ધુળેટીનો તહેવાર આજે મનાવી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાના ગામેગામે હોળી અને ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે સાંજે હોલિકા દહન બાદ મંગળવારે પડતર દિવસ હોવા છતાં પણ ધુળેટીની ઉજવણી કરી હતી. ત્યારે આજે પણ હરખની હેલી સાથે જિલ્લાવાસીઓએ અબીલ ગુલાલ અને રંગોની રસછોળ સાથે એકબીજાને રંગ્યા હતા.

બુધવારે ધુળેટી અને તહેવારની જાહેર રજા હોવાથી બાળકોથી માંડી મોટાઓએ મનભરીને આ તહેવારની મજા માણી હતી. અબીલ ગુલાલ તેમજ બીજા રંગોથી એકબીજાને રંગવા માટે જિલ્લાવાસીઓમાં ભારે ઉમંગ છલકાતો હતો. પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા, ગોધરા, મોરવા હડફ, કાલોલ, હાલોલ, ઘોઘબા, જાંબુઘોડા જેવા ગામોના રસ્તાઓ અને પોળોમાં સવારથી બધાએ ધુળેટી રમવાની શરૂ કરી દીધી હતી.

ચહેરા પર તથા માથામાં એટલી હદે રંગો નાંખવામાં આવ્યા હતા કે, ઘણાં લોકોને તો ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. ક્યાંક મેશ જેવા કાળા રંગો, તો ક્યાંક છાણ અને માટીથી પણ એકબીજાને રંગવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા વિસ્તારમાં યુવાન યુવતીઓએ ભેગા થઇ પોતપોતાના ગૃપ મિત્રો સાથે ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. ઘોઘંબા તાલુકામાં આવેલાં કરાડ ડેમ અને હાથણી માતાનો ધોધ ખાતે જિલ્લાના મોટા ભાગના લોકો પોતાના પરિવાર સાથે હળીમળી ને ડીજે અને ઢોલના તાલે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: