Wednesday, March 8, 2023

દ્વારકામાં અનેક વિસ્તારના લોકો ઢોલ-નગારા સાથે એકબીજાને રંગી પર્વની ઉજવણી કરી; અબાલ વૃદ્ધ સૌ કોઈએ ધુળેટીની મોજ માણી | In Dwarka, people from many areas celebrated Rangi Parva with drums and drums; Everyone old and young enjoyed the fun of Dhuleti | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • In Dwarka, People From Many Areas Celebrated Rangi Parva With Drums And Drums; Everyone Old And Young Enjoyed The Fun Of Dhuleti

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

રંગ અને ઉત્સાહના પર્વ એવા ધુળેટીને સમગ્ર પંથકના લોકોએ ભવ્ય રીતે ઉજવ્યો હતો. આજે ધુળેટી પ્રસંગે સવારથી જ સમગ્ર નગરમાં યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. વિવિધ પ્રકારના રંગોથી સૌ કોઈએ એકબીજાને રંગી અને હુતાસણી પર્વની ઉજવણી કરી હતી. શહેરની જુદી-જુદી સોસાયટીઓમાં લોકોએ આજે ડી.જે. તથા ઢોલ-નગારા સાથે એકબીજાને રંગી અને “બુરાના માનો હોલી હૈ” કહી અને રંગોથી રંગ્યા હતા. ખાસ કરીને યુવાનો-યુવતીઓના ઘેરૈયા શહેરના જુદા જુદા માર્ગો પર જોવા મળ્યા હતા અને એકબીજાને પ્રેમ અને ઉમંગથી રંગીને ધુળેટી પર્વની અનેરી મોજ માણી હતી. આ પર્વને નાના બાળકોએ પણ મન ભરીને મળ્યો હતો. એકંદરે સૌ-કોઈએ પોતાના મનમાં બાળપણ લાવી અને રંગભીની મોજ માણી હતી.

અન્ય સમાચારો પણ છે…