ફતેપુરાના સલરામાં ઘરમાં આગ ફાટી નીકળી,અનાજ, ઘરવખરી,રોકડ બધુયે ખાખ થઈ ગયું | A fire broke out in a house in Salra of Fatepura, grain, household goods, cash were all consumed. | Times Of Ahmedabad

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ફતેપુરા તાલુકામાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે.ત્યારે સાલરા ગામે આગ લાગવાનો બનાવ બન્યો હતો. અગમ્ય કારણોસર લાગેલ આગમાં ઘરમાં રહેલી ઘરવખરી સહીત રોકડ રકમ અને અનાજ બળીને ખાખ થઈ જતાં હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું.

આગમાં બધુયે બળી જતા કશુએ ન બચ્યુ
ફતેપુરા તાલુકાના સાલરા ગામે રહેતા સુરેશભાઈ દુળાભાઈના મકાનમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. ઘરમાં રહેલ ઘરવખરીનો સમાન અનાજ તેમજ રોકડ રકમ બળીને ખાખ થઈ જતા મકાન માલિકને હજારો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું.

છેવટે ફાયર બ્રિગેડ બોલાવવી પડી
ઘટનાની જાણ ગામ લોકોને થતા ગામ લોકો આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને જાણ કરવામા આવી હતી. ફાયર ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પરિવારને સરકારી વળતર મળશે કે કેમ ?
હાલમા દાહોદ જિલ્લામાં લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે.ગામડે ગામડે માંગલિક પ્રસંગો ચાલી રહ્યા છે તેવા સમયે સલરામાં આગ લાગતા આખુયે ઘર સ્વાહા થઈ જતા આખોયે પરિવાર ચિંતિત થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post