અમદાવાદ43 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. રૂ. 1200 કરોડના ખર્ચે ખારી કટ કેનાલનું ડેવલપમેન્ટ શરૂ થયું છે. હાટકેશ્વર બ્રિજમાં જે રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી દ્વારા યોગ્ય ધ્યાન ન આપતા હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ખારીકટ કેનાલ પ્રોજેક્ટને મોનિટરિંગ કરવા માટેની એજન્સી નિમણૂક કરવા માટે આજે વોટર એન્ડ સપ્લાય કમિટી માં કામગીરી લાવવામાં આવી હતી પરંતુ ચેરમેન જતીન પટેલ દ્વારા પ્રોજેક્ટ દરમિયાન કેટલા એન્જિનિયરો અને કેટલા માણસો વગેરે હાજર રહેશે અને કઈ રીતે એનું મોનિટરિંગ કરશે તે બાબતની માહિતી અધિકારીઓ પાસેથી મેળવવાની હતી છોટે આજે વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથે મીટીંગ હોવાથી કેટલાક અધિકારીઓ ગેરહાજર હતા. એ તેની માહિતી ન મળતા ભાજપના ચેરમેને આ કામ આવતી કમિટી સુધી મુલતવી રાખ્યું છે.
વોટર એન્ડ સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મોનિટરિંગ એજન્સી ના કામ આપવા માટેની દરખાસ્ત આજે લાવવામાં આવી હતી જેમાં એજન્સી દ્વારા દરેક ફેઝમાં કેટલા એન્જિનિયર હશે અને કેવી પ્રોજેક્ટ પર ધ્યાન આપવામાં આવશે વગેરે અંગેની ચર્ચા કરવાની હતી પરંતુ વર્લ્ડ બેંકના કાર્યો સાથે આજે કોર્પોરેશનના અધિકારીઓ મિટિંગમાં વ્યસ્ત હોવાથી તેઓ હાજર નહોતા. જેથી આગામી કમિટીમાં આ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટની નિમણૂક અંગેનો નિર્ણય લેવામાં આવશે. ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં બીજા 10 જેટલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.
શહેરમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે બે વર્ષ પહેલા શહેરના છેવાડે કઠવાડા ગામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યું હતું. અવારનવાર ત્યાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. કરોડો રૂપિયાના ખર્ચે પાણીના નેટવર્ક નાખવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે પરંતુ હજી સુધી કઠવાડા ગામમાં પાણીની લાઇનો પછી નથી. ત્યારે હવે ઉનાળાના સમય દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તેના માટે રૂ. 26 લાખના ખર્ચે નવો બોર નાખવાની કામગીરી છે. શહેરમાં નવા બજેટોના કામની ફાઈલો ઝડપી ચલાવવા માટે થઈને પણ સૂચના આપી છે. જ્યાં પણ ટેન્ડરની કામગીરી કરવાની હોય તે ઝડપી કરવા જાણ કરી છે.
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી ધીરજ હાઉસિંગમાં પાણીની ટાંકી બની રહી છે. જે છેલ્લા બે વર્ષથી કામગીરી ચાલી રહી છે પરંતુ હજી સુધી તે કામગીરી પૂર્ણ થઇ નથી. જે અંગે આજે ફરી એકવાર અધિકારીઓને રજૂઆત કરી હતી જેથી સાત દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ જે તળાવ ઇન્ટરલિંગની કામગીરી ચાલી રહી છે તેની માહિતી પણ અધિકારીઓ પાસે માંગવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના વિંઝોલ સર્કલ પાસે છેલ્લા બે મહિનાથી હું પડ્યો છે તેની કામગીરી ચાલી રહી છે આ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આજે અધિકારી હાજર નહોતા તેના કારણે વધુ ચર્ચા થઈ ન હતી.