Friday, March 10, 2023

શ્વાનો બાદ રખડતા ઊંટના હુમલાની શક્યતાની ફરિયાદો આવતા સુરત મનપાએ ડુમસ બીચ પરથી મહામહેનતે ઊંડને ઢોર ડબ્બામાં પુર્યું | Following complaints of possible attacks by stray camels after dogs, the Surat Manpa has painstakingly rescued the camel from Dumas Beach into a cattle shed. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Following Complaints Of Possible Attacks By Stray Camels After Dogs, The Surat Manpa Has Painstakingly Rescued The Camel From Dumas Beach Into A Cattle Shed.

સુરતએક કલાક પહેલા

રખડતાં ઊંટની ફરીયાદ મળતા મનપાએ કાર્યવાહિ કરી

સુરતમાં રખડતા પ્રશુને લઈને મુશ્કેલીઓ વધી રહી છે.સુરતમાં રખડતા પશુઓ, શ્વાનના હુમલાની ઘટના બાદ શહેરમાં રખડતા ઊંટની ફરિયાદ મનપાને મળી હતી. જેથી માર્કેટ વિભાગની ટીમે ડુમસના દરિયા કિનારે રખડતા ઊંટને પકડીને ઢોર ડબ્બે પુરવામાં આવ્યો હતો.

ઊંટ રખડતા હોવાની ફરિયાદ

રખડતાં ઢોરના મુદ્દે હાઇકોર્ટની ફટકાર બાદ મનપાની માર્કેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાંથી ઘણે અંશે રખડતાં ઢોર પકડવાની કામગીરી કરી છે. દરમિયાન રખડતાં ઢોરની સાથે હવે માર્કેટ વિભાગ પર ત્રણ દિવસ પૂર્વે રખડતાં ઊંટ માટેની ફરિયાદ પણ આવી હતી. માર્કેટ વિભાગની ટીમ સક્રિયતાથી કામગીરીમાં લાગી ગઈ હતી અને ખૂબ જ ઝડપથી ઊંટને ઝડપી પાડ્યો હતો.

મહામહેનતે ઊંટ પકડ્યો

ડુમસ દરિયા કિનારે રખડતાં ઊંટને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી થતી હતી અને ઊંટ દ્વારા હુમલો થવાની ભીતિને કારણે સ્થાનિકો દ્વારા મનપાને જાણ કરવામાંઆવી હતી. માર્કેટ વિભાગની ટીમે ડુમસ ખાતેથી રખડતાં ઊંટને મહામહેનત પકડીને ભેસ્તાન ખાતે શિફ્ટ કર્યો હતો. રખડતા પશુઓની સરખામણીએ ઊંટને પકડવો તે માટે પણ પડકારરૂપ હતો.

ઊંટના માલિક અંગે કોઈ માહિતી નથી મળી

અત્યાર સુધી આ ઊંટની માલિકી અંગે કોઇ આગળ આવ્યુંનથી. રખડતાં ઢોર, રખડતાં કૂતરાં બાદ હવે રખડતાં ઊંટ બાબતે પણ શહેરમાંથી ફરિયાદ આવી છે. મનપાના માર્કેટ વિભાગના સ્ટાફ દ્વારા ભારે જહેમત કરી ઊંટને ઢોરડખ્ખાં પાર્ટીના વાહનમાં ઉપર ચડાવ્યો હતો. ઊંટ કોઈ વાહનચાલક કે રાહદારીને નુકશાન પોહોચડે પહેલા જ કાર્યવાહી પૂર્ણ કરાય.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: