ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા યોજાનારી કથા માટે બેઠક યોજાઈ | For the first time in Bhavnagar district, a meeting was held for Katha to be held by the National Teachers' Association | Times Of Ahmedabad

ભાવનગર8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ભાવનગર દ્વારા આગામી 2 એપ્રિલને રવિવારના રોજ આયુર્વેદ કથાનું આયોજન થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ વખત આયુર્વેદ કથાના આયોજન માટે આજે મંગળવારના રોજ શાળા નં. 22 મુકામે બેઠક મળી હતી.

આયુર્વેદ કથાને સફળ બનાવવા આયોજન
તળાજાના વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની વ્યાસપીઠે આયુર્વેદ કથાનું રસપાન થશે. આયોજન બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના શાસનાધિકારી મુંજાલ તથા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના જવાબદાર કાર્યકર્તાઓ, પતંજલી યોગપીઠના કાર્યકર્તાઓ, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, પરમાર્થ ફાઉન્ડેશન તેમજ અન્ય સંસ્થાઓના પ્રતિનિધિ હાજર રહી આયુર્વેદ કથાને સફળ બનાવવા આયોજન કર્યું છે,

લોકો ઉપસ્થિત રહી લાભ લેવા અપીલ
રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના પ્રાંતમંત્રી મહેશભાઈ મોરી દ્વારા જણાવવામાં આવેલ છે કે વર્તમાન સમયમાં તમામ રોગમાંથી મુક્ત થવા એકમાત્ર ઉપાય આયુર્વેદ છે તેવા સમયે દરેક ઘર સુધી આયુર્વેદ પહોંચાડવાના હેતુથી આયુર્વેદ કથાનું આયોજન કરી રહ્યા છીએ. આયુર્વેદ કથા આગામી 2 એપ્રિલને રવિવારે સાંજના 7: 30 કલાકે શાળા નં. 22 ના મેદાનમાં થશે. આયુર્વેદ કથામાં વધારેમાં વધારે લોકો ઉપસ્થિત રહી લાભ લેવા અપીલ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post