Tuesday, March 28, 2023

અંકલેશ્વરના સારંગપુરથી ગુમ થયેલી બે બહેનો પુનાથી મળી આવી; માતાએ ઠપકો આપતા ઘર છોડ્યું હોવાનું સામે આવ્યું | Two sisters missing from Sarangpur in Ankleshwar found in Pune; It turns out that the mother left the house scolding | Times Of Ahmedabad

અંકલેશ્વર4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અંકલેશ્વરના સારંગપુર લક્ષ્મણ નગરથી ગુમ થયેલી બે સગી બહેનો રહસમ્ય રીતે લાપત્તા બની હતી. આ અંગે અંકલેશ્વર GIDC પોલીસે અપહરણનો ગુનો નોંધીને બંનેય બહેનોની તલાશ હાથ ધરી હતી. જોકે બીજા દિવસે બંનેય બહેનો રેલ્વે આરપીએફ પોલીસને મળી આવી હતી. જે અંગે બંનેયની પૂછતાછ કરતાં માતાએ ઠપકો આપતા બંનેય બહેનોને લાગી આવતા ટ્રેનમાં બેસીને પુના પહોંચી ગઈ હતી. આ અંગે જીઆઇડીસી પોલીસે પુના કોર્ટમાંથી બંનેયનો કબ્જો મેળવી તેના માતા-પિતાને સુપ્રત કરી છે.

બંનેય બહેનો ટ્રેનમાં બેસીને પુના ખાતે પહોંચી હતી
અંકલેશ્વર સારંગપુર ગામમાં રહેતા અને દુકાન ચલાવતા મોહમદ રાજુખા મોહમ્મદ સાદિક ખાનની એક 14 વર્ષની અને એક 13 વર્ષની બે પુત્રીઓ દુકાનેથી ઘરે જતા લાપતા બની હતી. આ અંગે માતા-પિતા આસપાસ તપાસ કરતા બંને બહેનો નહિ મળી આવતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને બહેનોની શોધખોળની તજવીજ હાથ ધરી હતી. જોકે આ બંનેય બહેનોને માતાએ ઠપકો આપતા લાગી આવતા ટ્રેનમાં બેસીને પુના પહોંચી ગઈ હતી. જોકે આ સમય દરમિયાન મહારાષ્ટ્રના પુના રેલ્વે સ્ટેશન ઉપર આરપીએફના જવાનોને શંકા જતા અને બંને સગીરાને એકલી જોતા બંનેની પૂછપરછ કરતા તેઓ અંકલેશ્વર ઘરેથી ભાગીને અહીંયા પહોંચી હોવાનું જણાવ્યું હતું.

બહેનોને માતા-પિતાને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરાઈ
આ અંગે મહારાષ્ટ્ર ખાતે પોલીસે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરી પુનાની સ્થાનિક પોલીસ દ્વારા બંને બહેનોને બાલ સંરક્ષણ ગૃહમાં મોકલી આપીને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને જાણ કરતા જીઆઇડીસી પોલીસે તેના માતા પિતા સાથે પુના ખાતે પહોંચી કોર્ટમાં હાજર થઈને બંનેય બહેનોનો કબ્જો મેળવીને અંકલેશ્વર લાવીને તેના માતા-પિતાને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.