બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
અમીરગઢ તાલુકાના જાસોર અભયારણ્યમાં 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફોરેસ્ટ અધિકારી શક્તિસિંહ દ્વારા જાસોર અભ્યારણ નજીક આવેલ બાલુન્દ્રા ગામના વિદ્યાર્થીઓ અને લોકોને જંગલમાં ટ્રેકિંગ કરાવી જંગલની વિવિધ માહિતી આપવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના અરવલ્લીની ગિરિમાળામાં આવેલ જાસોર રીંછ અભ્યારણમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં બાલુન્દ્રા ગામના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ફોરેસ્ટ અધિકારી દ્વારા ટ્રેકિંગ કરી જંગલ વિશે વિવિધ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને જંગલ સાચવવા જંગલને નુકસાન ન કરવા ભવિષ્યમાં જંગલના રહે તો શું થશે જે બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને લોકોને જાગૃત કરાવામાં આવ્યા હતા.
આ અંગે ફોરેસ્ટ અધિકારી શક્તિસિંહે જણાવ્યું હતું કે આજે 21 મી માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિન નિમિત્તે જેસોર અભ્યારણ્ય ખાતે ઉજવણી કરવામાં આવી. જેમાં બાલુન્દ્રા ગામના વિદ્યાર્થીઓ ગામ લોકોને ભેગા કરીને જંગલમાં ટ્રેકિંગ કરાવીને વિવિધ જંગલ વિશે માહિતી આપવામાં આવી. જે ઉપરાંત જંગલોને સાચવવા તેમજ તેમજ નુકસાન ના કરવા બાબતે ભવિષ્યમાં જંગલો ના રહે તો શું થશે એ બાબતની વિદ્યાર્થીઓ ને સમાજ આપી હતી અને લોકોમાં જન જાગૃતિ ફેલાવાનો પોગ્રામ કર્યો હતો.