જામનગર5 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
જામનગરમાં રહેતાં પરેશભાઇ શંભુભાઇ પટેલની પત્ની જ્યોત્સનાબેન પરેશભાઇ પટેલને પેટમાં દુ:ખાવાની તકલીફ થતા જામનગરની જાણીતી વિકલ્પ હોસ્પિટલના ડોકટર કલ્પનાબેન ભટ્ટની સારવાર લેતા હોય અને તેઓએ જણાવેલ કે, જ્યોત્સનાબેનના પેટમાં ગર્ભાશયની અંદર એક ગાંઠ છે તે દૂર કરવી જોઇએ અને ડોકટર કલ્પનાબેન ભટ્ટે ઓપરેશન કરવાની સલાહ આપી હતી. તા.1-1-2015 ના જ્યોત્સનાબેનને વિકલ્પ હોસ્પિટલમાં દાખલ કર્યા અને તા.2-1-2015 ના સવારે 9:30 કલાકે ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ ગંભીર અવસ્થામાં અન્ય હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. ડોકટર કલ્પનાબેન ભટ્ટ તથા એનેસ્થેટિસ ડોકટર રાકેશ દોશીની સેવાકીય ખામી તથા બેદરકારીના કારણે જ્યોત્સનાબેન પરેશભાઈ પટેલનું અવસાન થયું હતું. જેથી પરેશભાઈ શંભુભાઈ પટેલ દ્વારા રાજ્ય ગ્રાહક ફોરમમાં વિકલ્પ હોસ્પિટલના ડોકટર કલ્પનાબેન ભટ્ટ, ડોકટર રાકેશ દોશી સામે બેદરકારી તથા સેવાકીય ખામી સબબ રૂા.44,60,669 વસૂલ મળવા રાજ્ય ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદ રાજ્ય ગ્રાહક ફોરમ સમક્ષ ચાલી જતાં તમામ દલીલો તથા રજૂ કરેલ જજમેન્ટો ધ્યાને લઇ રાજ્ય ગ્રાહક ફોરમ દ્વારા ફરિયાદી પરેશભાઈ શંભુભાઈ પટેલની ફરિયાદ મંજૂર કરી હતી અને ડોકટર કલ્પનાબેન ભટ્ટ તથા ડોકટર રાકેશ દોશીને રૂા.33,70,000 અરજીની તારીખ 28-9-2015 થી વાર્ષિક 10 ટકા વ્યાજ સાથે ફરિયાદી પરેશભાઈ ને ચૂકવવા તથા ફરિયાદ ખર્ચના રૂ.25 હજાર ચૂકવવાનો હુકમ રાજ્ય ગ્રાહક ફોરમે કર્યો હતો.