છોટા ઉદેપુર17 મિનિટ પહેલા
- કૉપી લિંક
છોટા ઉદેપુર જિલ્લાના કેવડી વન વિભાગના કર્મચારીની કારમાં આજે બપોરે અચાનક આગ લાગતાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કાર ઊભી હતી ત્યારે તેમાં આગ લાગી હતી જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. છોટા ઉદેપુર વન વિભાગના કેવડી ખાતે ફરજ બજાવતા રાજેન્દ્ર બારીયા બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં કેવડીથી ગુડા ગામે સરકારી ફોરેસ્ટ વિભાગના જી.પી.એસ.પોઈન્ટ લેવા પોતાની ખાનગી સ્વિફ્ટ ગાડીમાં નીકળ્યા હતા. રસ્તામાં તેમને લઘુશંકા આવતા તેઓએ અલસિપુરથી ગુડા જવાના રોડ પર ગાડી સાઈડ પર ઊભી રાખી ઉતર્યા હતા. ત્યારે અચાનક સ્વિફ્ટ ગાડીમાં આગ લાગી હતી.
જોત જોતામાં જ આગ વિકરાળ બની ચૂકી હતી અને થોડીવારમાં આખી ગાડી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે ઊભેલી ગાડીમાં આગ લાગતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે રાજેન્દ્ર બારીયાએ પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા ઝોઝ પોલીસે અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.