જેતપુરમાં રાયોટીંગ આરોપીને પકડવા ગયેલ પોલીસ પર હિચકારો હુમલો,સાત શખ્સો ધારીયા-લાકડી વડે તૂટી પડ્યા | Hichkars attacked the police who went to arrest the rioting accused in Jetpur, seven persons were beaten up with sticks. | Times Of Ahmedabad

રાજકોટ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સામાન્ય રીતે પોલીસની ફરજ છે કે શહેરમાં સેવા, શાંતિ અને સુરક્ષા જળવાય. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પ્રયાસ કરવામાં આવે છે પરંતુ જ્યારે પોલીસ જ સુરક્ષિત ન હોય તો પછી કોને કહેવુ? ત્યારે આવી જ ઘટના જેતપુર તાલુકામાં આકાર પામી છે. જ્યાં રાત્રીના સમયે તાલુકાના આરબ ટીંબડી ગામે રાયોટીંગના આરોપીને પકડવા ગયેલ તાલુકા પોલીસની ટીમ પર આરોપીના સાત પરિજનોએ ધારીયા-લાકડી વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ હિચકારા હુમલામાં બે પોલીસકર્મીઓને ગંભીર ઇજા પહોંચી હતી.પોલીસ પર હુમલાનો બનાવ બનતા જીલ્લાભરની પોલીસની ટીમેં નાઈટ કોમબિંગ કરી આરોપીઓને ઝડપી લીધા હતાં.

આરબ ટીંબડી ગામે ધીંગાણું સર્જાયું
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે રહેતા જયેશ ઉર્ફે અશોક નટુભાઈ મકવાણા નામનો યુવાન ગામની સીમમાં ખેતર ધરાવે છે. ગત સાંજના સમયે અશોક પોતાના ખેતરેથી ઘરે આવતો હતો ત્યારે એ જ સ્થળે ખેતર ધરાવતા કૌટુંબિક ભાઈ બાવનજી ઉર્ફે બાવકીભાઈ મકવાણા હાથમાં ધારીયું લઈને આવેલ અને સાથે તેમની પત્ની ભાવનાબેન, પુત્રો રવિ, ધમો, જયસુખ અને તેમનો કૌટુંબિક ભાઈ ઉકાભાઈ મકવાણા હાથમાં લાકડી લઈને આવેલ હતાં.

બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ
જેમાં બાવકીભાઈએ ‘હવે મારા ખેતર પાસેથી નીકળતો નહિ’ તેમ બોલી તેની પાસે રહેલ ધારીયુ અશોકને માથામાં મારી દીધું અને બીજા શખ્સોએ લાકડી વડે મારમારતા અશોક ત્યાંથી માંડ માંડ જીવ બચાવી સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલ આવેલ હતો. આરબ ટીંબડી ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હોવાની જાણ ગામના સરપંચે પોલીસને કરતા તાલુકા પોલીસની ટીમ સ્થળ પર આરોપીને પકડવા ગઈ હતી.

સાત શખ્સોએ પોલીસને ગાળો ભાંડી
આરબ ટીંબડી ગામે પહોંચી ઘટના સ્થળે જતાં બાવકી તેમની પત્ની, પુત્રી, બે પુત્રો સહિત સાત શખ્સોએ પોલીસને ચાલ્યા જવા ઉપરાંત બેફામ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી રૌફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તમામની અટકાયત કરવાની કાર્યવાહી કરતાં આરોપીઓએ તેની પાસે રહેલ ધારીયું, લાકડીઓ, પાઇપ તેમજ પથ્થર વડે પોલીસ પર હુમલો કરી દીધો.

કોન્સ્ટેબલના માથામાં ધારીયું મારી દીધું
જેમાં બાવકીએ જયસુખભાઈ સોરીયા નામના કોન્સ્ટેબલના માથામાં ધારીયું મારી દેતા તેઓ લોહીલુહાણ થઈ ગયા. હુમલાખોરો આટલેથી પણ ન અટકતા પથ્થરમારો કરી સંજયભાઈ પરમાર નામના હેડ કોન્સ્ટેબલને હાથની આંગળીઓમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી. આકસ્મિક હુમલામાં ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને સત્વરે સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જિલ્લાભરની પોલીસ કામે લાગી પોલીસ પર હુમલો થતાં ડીવાયએસપી રોહિત ડોડીયાની સીધી દેખરેખ હેઠળ જિલ્લાભરની પોલીસની વિવિધ શાખાઓના પોલીસ જવાનોની ટીમ આરબ ટીંબડી ગામે પહોંચી આરોપીને ઝડપી લેવા નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં ધર્મેશ ઉર્ફે ધમો, કાજલ બાવનજી, જયસુખ ઉર્ફે બાડો, ભાવના બાવનજી, તેમજ ઉકા મગનની મળી આવતા તેઓની પોલીસે ધરપકડ કરી હતી.

દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
જ્યારે હુમલાનો મુખ્ય સૂત્રધાર બાવકી અને રવિની શોધખોળ હાથ ધરી છે. મુખ્ય આરોપી ધર્મેશ ઉર્ફે ધમા ઉપર મારામારી, દારૂ, જુગાર જેવા અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ છે. પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિષ, રાયોટીંગ, ફરજમાં રુકાવટ વગેરે કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના કોમ્બિંગમાં આરોપી બાવકીની દેશી દારૂની ભઠ્ઠી તૈયાર દેશી દારૂ અને આથો પણ પણ મળી આવતા પ્રોહીબિશન હેઠળ પણ ગુન્હો પોલીસે નોંધ્યો હતો

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post