Saturday, March 25, 2023

ગલતેશ્વર મંદિર નજીક તાપીમા ઝંપલાવી યુવતીએ જીવન ટૂંકાવ્યુ, બ્રિજ પરથી મોપેડ બેગ મળ્યા | Girl cut short her life by jumping on tap near Galteshwar temple, moped bag found on bridge | Times Of Ahmedabad

સુરત2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતના કામરેજ નજીક આવેલા ગલતેશ્વર પાસે તાપી નદીમાં યુવતીએ ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

યુવતીના આપઘાતની જાણ થતાં લોકોના ટોળા ઉમટ્યાં હતાં.

યુવતીના આપઘાતની જાણ થતાં લોકોના ટોળા ઉમટ્યાં હતાં.

બ્રિજ ઉપર મોપેડ અને બેગ મૂકી આપઘાત કર્યો
કામરેજના ગલતેશ્વર નજીક બ્રિજ ઉપરથી એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. યુવતીએ બ્રિજ ઉપર આવી પોતાની મોપેડ અને બેગ મૂકી તાપી નદીમાં તે કુદી પડી હતી. બીજી તરફ યુવતીને તાપી નદીમાં પડતા જોઈ ત્યાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું.

બ્રિજ પરથી યુવતીનું મોપેડ સહિતનો સામાન મળી આવ્યો હતો.

બ્રિજ પરથી યુવતીનું મોપેડ સહિતનો સામાન મળી આવ્યો હતો.

ફાયર વિભાગે યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો
સ્થાનિકો દ્વારા આ બનાવવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવતીના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ યુવતી કોણ હતી અને તેણીએ શા માટે આપઘાત કર્યો છે. તે સમગ્ર મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

યુવતીનું મોપેડ અને બેગ બ્રિજ પરથી મળી આવ્યાં હતાં.

યુવતીનું મોપેડ અને બેગ બ્રિજ પરથી મળી આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.