Friday, March 10, 2023

જામનગરના સ્વામી વિવેકાનંદ ગાર્ડનમાં યુવતીનું પર્સ ખોવાઈ જતા સફાઈ કર્મચારીને મળતા મેયરના હસ્તે પરત કર્યું | Girl's purse lost in Jamnagar's Swami Vivekananda Garden returned by mayor | Times Of Ahmedabad

જામનગર5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર મહાનગર પાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગાર્ડનમાં નજીકના ક્લિનિકમાં સર્વિસ કરતા કર્મચારીનું પર્સ ખોવાઈ ગયેલ હોય જે આ ગાર્ડનના માળી અને સફાઈ કર્મચારીને મળતા તેઓએ સહી સલામત તેમને શહેર મેયર બીનાબેન કોઠારીના હસ્તે પરત કરી ઈમાનદારી દાખવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા સર્કલ ખાતે સ્વામી વિવેકાનંદ ગાર્ડનમાં આસપાસના વિસ્તારમાં રહેતા શહેરીજનો હરવા- ફરવા માટે આવતા હોય છે ગઈકાલે સાંજે પણ આ વિસ્તારના જ એક ક્લિનિકમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ખુશ્બુબેન રેડી પોતાનું ક્લિનિક નું કામ પૂર્ણ કરી હળવાશ અનુભવવા માટે સ્વામી વિવેકાનંદ ગાર્ડન ખાતે થોડી વાર માટે આવ્યા હોય તેઓ અહીં થોડી વાર બેસી નીકળી ગયેલ હોય અને પર્સ અહીં ગાર્ડનમાં જ ભૂલી ગયા હોય જે પર્સની અંદર તેમના આધારકાર્ડ, પાનકાર્ડ,ડ્રાઇવિંગ લાઇસન્સ, એટીએમ,રોકડ રકમ સહિત જરૂરી ડોક્યુમેન્ટ હોય જે પર્સ સ્વામી વિવેકાનંદ ગાર્ડનના માળી જયંતીભાઈ સવાસડિયા, કિરીટભાઈ સોનગરા અને સફાઈ કર્મચારીને મળતા તેઓએ ઓફિસમાં જમા કરાવી ઈમાનદારી પૂર્વક સિવિલ ગાર્ડન શાખાના અધિકારી હરેશભાઈ વાણીયા નો સંપર્ક કરેલ પર્સની ખરાઈ કરી ખુશ્બુબેન નો સંપર્ક કરી તેમનું પર્સ સહી સલામત શહેર મેયર બીનાબેન કોઠારી ના હસ્તે પરત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: