ઉનાએક કલાક પહેલા
- કૉપી લિંક
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે વર્ષોથી ગોળમાવડીનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ ત્યોહાર માત્રને માત્ર દીવ જિલ્લામાં જ ઉજવવામાં આવે છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને માતાના દર્શનનો લાભ લીધો હતો.
વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા પ્રથમ દિવસે ગોળમાવડીને હિંડોળે હિચકાવ્યા હતા. ગોળમાવડી ચૈત્રી ત્રીજ તથા ચોથના દિવસે એમ બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. પ્રથમ દિવસે વણાકબારાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગોર માતાને ધામધૂમથી લાવવામાં આવ્યા હતા. દીવ કોળી જ્ઞાતિ છેલ્લા 300થી પણ વધુ વર્ષથી ગોર માતાનો પૌરાણિક પર્વની ઉજવણી કરી રહ્યા છે અને પરંપરાને જાળવી રાખી છે.
જયા દીવ કલેક્ટર ફવર્મન બ્રહ્મા, એસપી મની ભૂષણ સિંહ, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, એસડીપીઓ મનસ્વી જૈન વગેરે ખાસ ઉપસ્થિત રહીને ગોળમાવડીને હિંડોળે ઝુલાવવાનો લાભ લીધો હતો. સાથે ગ્રામજનોએ પણ માતાજીને હિંડોળે ઝુલાવી માતાના આશીર્વાદ લીધા હતા. પ્રથમ દિવસે તેઓ આખી રાત માતાના મઢમા ગરબા રમે છે. બીજા દિવસે સવારે માતાજીને નૈવેદ્ય ધરાવી પૂજા અર્ચના કરી અને બપોર બાદ આઝાદ ચોકમાં નવ માતાજીને એકઠા કરી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.
આ શોભાયાત્રામાં મુંબઈ, દીવ તેમજ ગુજરાત સહિત હજારો લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા જે-તે કુળદેવીનો કુવો નક્કી કરેલ હોય તે કુવામાં બનેલા મંદિરમાં માતાજીનું વિસર્જન કરયું હતું. આ બે દિવસીય ગોળમાવડીના કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓ ખૂબજ ધામધૂમથી અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાજતે ગાજતે નવ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે વણાકબારા સંયુક્ત કોળી સમાજના હોદ્દેદારો સભ્યો તથા આગેવાનો ખાસ ઉપસ્થિત રહી સમગ્ર ત્યોહારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.