Friday, March 10, 2023

ગોંડલ માર્કેટયાર્ડમાં આજથી ટેકાના ભાવથી ચણની ખરીદી શરૂ કરવામાં આવી | Gondal market yard started buying gram from support price from today | Times Of Ahmedabad

ગોંડલએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગોંડલ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવથી ચણાની ખરીદી આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શ્રીફળ વધેરી ખેડૂતોના મોં મીઠા કરી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં કોલીથડ જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે છે.

ટેકાના ભાવે ચણા વેચવા પ્રથમ દિવસે 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. માર્કેટયાર્ડના વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ખેડૂતને એક ખાતા દીઠ 125 મણ ચણા ટેકાના ભાવે ખરીદ કરાશે અને પ્રથમ દિવસે જ 625 મણ ચણાની આવક થવા પામી હતી અને આગામી દિવસોમાં વધુ ખરીદી કરશે. અત્યાર સુધીમાં 8500 ખેડૂતોની ઓનલાઇન અરજીઓ આવી છે. હાલમાં ખેડૂતોને 1066/- રૂપિયા ટેકાના ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે 1046 એટલે કે ગત વર્ષે કરતા 20 થી 25 રૂપિયા ખેડૂતો ને વધારે મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: