ગાંધીધામ43 મિનિટ પહેલા
- કૉપી લિંક
આદિપુર ખાતે આજે સવારે ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાનની જન્મ જ્યંતિ નિમિતે સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 જેટલી જાંખી આદિપુર શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઝાંખીમાં નાના નાના બાળકો ઝુલેલાલના વેશભૂષામાં ઝાંખીમાં સવાર હતા. તો G20ની નવી જાંખી આ વખતે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો આદિપુરની બજાર ઠેર ઠેર લોકોએ સેવા કેમ્પો દ્વારા પાણી અને સરબતનું પ્રસાદી રૂપે વિતરણ કરી સેવા આપી હતી.

‘આયો લાલ ઝૂલેલાલ’
ડીજેના તાલે મહિલાઓ, બાળકો અને નાના મોટા અનેક ઝુમી થયા હતા અને ‘આયો લાલ ઝૂલેલાલ’ના નારા લગાવ્યા હતા. આ શોભાયાત્રા સત્તર વાળીથી નીકળી આદિપુર ચોસઠ બજાર, મૈત્રી સ્કૂલ અને અંતે 17 વાળી ઝૂલેલાલ મંદિર આદિપુર ખાતે સમાપ્ત થઇ હતી. વેશભૂષામાં ભાગ લેનાર બાળકોમાં પ્રથમ ત્રણ નંબર આવનારને ઇનામ આપવામાં આવ્યા હતા તથા શોભાયાત્રામાં ભાગ લેનાર સૌ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં સમાજના લોકોએ સાથ સહકાર આપ્યો હતો.





