Thursday, March 23, 2023

ડમ્પીંગ સાઇટ પર બિનઅધિકૃત પ્લાસ્ટિક વીણનાર લોકોને લઈ ડેપ્યુટી કમિશ્નરે કોન્ટ્રાકટરને આડે હાથે લીધા, ટાયરો બાળવાની પ્રક્રિયા કરતાને દંડ ફટકાર્યો | Deputy Commissioner arrests contractor for unauthorized plastic weavers at dumping site, fines for burning tires | Times Of Ahmedabad

ભાવનગર35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં આવેલ ડમ્પીંગ યાર્ડ ખાતે ડેપ્યુટી કમિશનર બ્રહ્મભટ્ટે અચાનક મુલાકાત લીધી હતી અને પ્લાસ્ટીકનો જથ્થો વીણવા માટે આવતા લોકોના પ્રવેશ બંધ કરવાની ડમ્પીંગ પર રહેલા અધિકારીઓ અને કોન્ટ્રાકટરને સૂચનાઓ આપી હતી અને ટાયરો બાળવાની પ્રક્રિયા કરતા શખ્સને દંડ ફટકાર્યો હતો.

બિનઅધિકૃત રીતે પ્લાસ્ટિકનો જથ્થો
ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા શહેરમાં દબાણ હટાવ, પ્લાસ્ટિક ડ્રાઇવ, રજકા ડ્રાઇવ, સિલિંગ કાર્યવાહી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શહેરમાં અનેક સ્થળોએ પ્લાસ્ટિક ચેકીંગ દરમિયાન અનેક વેપારીઓ દંડાયા છે,જેના ભાગરૂપે આજરોજ મનપાના ડેપ્યુટી કમિશનર બ્રહ્મભટ્ટ સવારના સમયે ભાવનગર શહેરના નારી પાસે આવેલા કચરો ઠાલવવાના ડમ્પીંગ યાર્ડની મુલાકાત લીધી હતી, આ સાઇટ પર બિનઅધિકૃત રીતે પ્લાસ્ટિકનો જથ્થો તથા વીણવા માટે પ્રવેશ કરતા લોકોને નિહાળી કોન્ટ્રાકટરને તાકીદની સૂચનાઓ આપવામાં આવી હતી.

ટાયર સહિતનો માલ સમાન જપ્ત કર્યો
ડમ્પિંગ યાર્ડની મુલાકાત બાદ શહેરના નારી રોડ પાસે ટાયર એકત્ર કરી બળવાની પ્રક્રિયા હાથ ધરતા શખ્સને દંડ 10 હજારનો દંડ ફટકાર્યો હતો, તથા દંડ ફટકારી ટાયર સહિતનો માલ સમાન જપ્ત કરવામાં આવ્યો હતો તથા ડેપ્યુટી કમિશનર બ્રહ્મભટ્ટે કુંભારવાડા વોર્ડની મુલાકાત લઇ અઘિકારીઓ તાકીદે સૂચનાઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.