Saturday, March 11, 2023

કવાંટના ગુગલીયા ગામે કૌટુંબિક ભાઈએ ડીજે વગાડવા બાબતે હુમલો કર્યો; તીર યુવકના માથે મારતાં મગજ તેમજ આંખની નસોને અસર | Guglia village in Kawant family brother attacked for playing DJ; An arrow hitting the youth's head affected the brain and eye veins | Times Of Ahmedabad

છોટા ઉદેપુર23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કવાંટ તાલુકાના ગુગલિયા ગામે બે દિવસ પહેલા જમીન પર ડીજે વગાડીને ડાન્સ કરવા મુદ્દે ઝઘડો કરી એક વ્યક્તિએ પાડોશીને તીર વડે હુમલો કરીને ઈજાગ્રસ્ત કરી દિધો હોવાની ઘટના સામે આવી છે. જ્યાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ડીજે વગાડી ડાન્સ કરવા મુદ્દે બોલાચાલી બાદ કર્યો હુમલો
કવાંટ તાલુકાના ગુગલિયા ગામે રહેતા દિલીપ ધાણક બે દિવસ પહેલા મેળામાંથી ઘરે આવ્યા હતા અને ઘરની બાજુમાં ખૂલ્લી જમીનમાં ડીજે વગાડી ડાન્સ કરતા હતા. ત્યારે તેઓનો કૌટુંબિક ભાઈ કરશન ધાણકે આવીને દિલીપ સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ બન્ને જણા ઘરે જઈને સૂઈ ગયા હતા, પરંતુ રાત્રે 12 વાગ્યાના અરસામાં દિલીપ ધાણક લઘુશંકા માટે ઊઠીને ઘરની બહાર નીકળ્યા. ત્યારે કરશન ધાણકે અચાનક દિલીપ ઉપર તીર વડે હુમલો કરીને દિલીપને કપાળના ભાગે તીર મારી દીધું હતું. તીર વાગતા જ દિલીપ ઈજાગ્રસ્ત થયો અને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયો. કપાળમાં તીર વાગતા જ કરશન ત્યાંથી ભાગી ગયો હતો અને દિલીપે બૂમાબૂમ કરતા તેઓને 108 મારફતે છોટા ઉદેપુર ખાતે લઇ જવામાં આવ્યો હતો.

છોટા ઉદેપુરથી વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાયા
ત્યાંથી તેઓને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું 3 કલાક જેટલું લાંબુ ઓપરેશન કરીને તીર બહાર કાઢવામાં આવ્યું હતું. જેમાં તીર કપાળમાં વાગતા આંખ તેમજ મગજની નસ પર અસર થઈ છે. આ અંગે પાનવડ પોલીસે આરોપી કરશન ધાણકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: