અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં H3N2 કેસ જોવા મળી રહ્યાં છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એલજી. અને એસવીપી હોસ્પિટલમાં તેમજ સોલા સિવિલ અને સિવિલ હોસ્પિટલ ખાતે આ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. H3N2ના લક્ષણો દેખાતાં શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ ટેસ્ટ કરવામાં આવશે. સૂત્રો મુજબ શહેરમાં 200થી વધુ H3N2ના કેસો નોંધાયા છે. આ વાયરલ ઇન્ફેક્શન છે જેના કારણે વધુ લોકો સુધી ઝડપથી પહોંચી રહ્યો છે.
H3N2નો શંકાસ્પદ જણાતા દાખલ કરવામાં આવે
જ્યારે કોઈપણ વ્યક્તિ શરદી, ખાંસી, તાવ સહિતના લક્ષણો સાથે સરકારી હોસ્પિટલ કે અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવે છે. ત્યારે તેમાં H3N2નો શંકાસ્પદ જણાય તો પહેલા તેને દાખલ કરવામાં આવે છે અને પછી તેનું સેમ્પલ લઇ તપાસ માટે મોકલવામાં આવે છે. આ રીતે H3N2ની સારવાર કરવામાં આવે છે. ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ તેની માટે 4000 રૂપિયા લેવામાં આવે છે. જ્યારે એલજી. અને એસવીપી હોસ્પિટલમાં તેમજ સોલા સિવિલ અને સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી થશે.
છેલ્લા 3 માસમાં 350થી વધુ ટેસ્ટિંગ કરાયા
સરકારી હોસ્પિટલમાં છેલ્લા 3 માસના H3N2ના કરવામાં આવેલા ટેસ્ટમાં બી.જે. મેડિકલમાં જાન્યુઆરી મહિનામાં 128 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેની સામે 3 પોઝિટિવ કેસ આવ્યા હતા. ફેબ્રુઆરી માસમાં 131 ટેસ્ટિંગની સામે 3 પોઝિટિવ કેસ, માર્ચ મહિનામાં 60 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં હજુ એક પણ પોઝિટિવ કેસ જોવા મળી રહ્યો નથી. જ્યારે SVP હોસ્પિટલમાં જાન્યુઆરી મહિનામાં 41 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેની સામે 7 પોઝિટિવ કેસ, ફેબ્રુઆરી માસમાં 16 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેની સામે 6 અને માર્ચ મહિનામાં 5 ટેસ્ટ કરવામાં આવ્યા હત છે. જેની સામે હજુ એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.