Monday, March 13, 2023

સરકારના આ પગલાંથી યુવાનો માટે સર્જાશે રોજગારીની તકો, બાળકોને એકલા મુકતા પહેલાં ખાસ જુઓ આ વીડિયો | This step of the government will create ample employment opportunities for the youth, before leaving the children alone, watch this video. See seven big news | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • This Step Of The Government Will Create Ample Employment Opportunities For The Youth, Before Leaving The Children Alone, Watch This Video. See Seven Big News

એક કલાક પહેલા

હવામાન વિભાગે કરી ફરી માવઠાની આગાહી

હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં પાંચ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી છે. 15, 16 અને 17 માર્ચે વરસાદની આગાહી છે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 13 અને 14 માર્ચે વરસાદ રહેશે. 15 માર્ચથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહેશે, 16 માર્ચે કેટલાક સ્થળે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે, 17 માર્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 15 થી 17 વરસાદ રહેશે. ખેડૂતોને પાક થઈ ગયો હોય લઈ લેવા વિનંતી છે. સૌથી વધુ સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન છે. બે દિવસ કોઈ ફેરફાર નહીં થાય.માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના છે.

રાજ્યમાં સર્જાશે રોજગારીની બહોળી તકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે.આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૬ જેટલા એમ.ઓ.યુ સોમવારે તા. ૧૩ મી માર્ચે એક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા છે. આ ૧૬ જેટલા બહુવિધ MoU ને પરિણામે રાજ્યમાં રૂપિયા ૧૨૭૦૩ કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૩૮૮૦ સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ઑક્ટોબર ૨૦૨૨માં શરૂ કરવામાં આવેલી ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ 54852 કરોડના સૂચિત રોકાણોના ૨૦ એમ ઓ યુ થયા છે. આના પરિણામે ૨૪૭૦૦થી વધુ સૂચિત રોજગાર અવસર મળવાના છે.

MS યુનિવર્સિટીની વધુ એક બેદરકારી

વડોદરાની MS યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં સોમવારથી એટલે કે આજથી ઇન્ટર્નલ પરીક્ષા શરૂ થશે. જેમાં તંત્ર દ્વારા બેઠક નંબર જનરેટ ન થવાના કારણે FYના 1500માંથી 500 વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે. માઈગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવા 15 તારીખ આપી હોવા છતાં પણ બેઠક નંબર જનરેટ કરવામાં નથી આવ્યા. આથી, યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ફરી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નહીં શકે તેવો ઘાટ સર્જાયો છે.આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા વિદ્યાર્થીઓને 15 માર્ચ સુધીમાં માર્ગદર્શન સર્ટિફિકેટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ જમા કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. છતાં 15 માર્ચ સુધી વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ જમા નહીં કરાવે તો તે એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં નહીં બેસી શકે એવી પણ તાકીદ કરવામાં આવી હતી.

ત્રીજા દિવસે પણ ડિમોલિશન યથાવત

દેવભૂમિ દ્વારકામાં પોલીસ તથા રેવન્યુ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કલ્યાણપુરના ગાંધવી વિસ્તારમાં અનઅધિકૃત દબાણ હટાવામાં આવ્યા છે. અહીં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ ઝુંબેશના બીજા દિવસે વધુ 137 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ખાલી કરાયો છે. ખુલ્લી કરવામાં આવેલી સરકારી જગ્યાની અંદાજિત કિંમત રૂ. બે કરોડ આંકવામાં આવી રહી છે..દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તેમજ કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રીંડાણીની ઉપસ્થિતિમાં સાંજ સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ 137 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 121 રહેણાંક તેમજ 16 કોમર્શિયલ દબાણનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં આશરે 5.10 લાખ ચોરસ ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ સરકારી જમીનની અંદાજિત બજાર કિંમત 1.98 કરોડ ગણવામાં આવી છે.

સાયકલ ચલાવતું બાળક ઉંધા માથે પટકાયું

નાના બાળકોના હાથમાં સાયકલ આપતાં પહેલા ચેતવા જેવો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. અહિંના કાપોદ્રા વિસ્તારમાંથી ખૂબ જ હચમચાવી ઘટના સામે આવી હતી. ત્રણ દિવસ પહેલા સોસાયટીમાં પૂર ઝડપે સાયકલ ચલાવતી રહેલ 11 વર્ષીય બાળક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. સાયકલ લઈને દોડી રહેલ બાળકની સાયકલનું વ્હિલ સ્પીડ બ્રેકર કુદાવતી વખતે અચાનક તૂટી ગયું હતું. જેથી બાળક ઉંધા માટે પટકાયો હતો. જેને લઇ બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળક બેભાન થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. કાપોદ્રા કિરણ પાર્ક સોસાયટીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા ભાવેશભાઈ હરસોરાનો 11 વર્ષીય પુત્ર વૈભવ કે, જે ધોરણ 5માં અભ્યાસ કરે છે. તે પોતાના ઘર પાસે સોસાયટીમાં જ સાયકલ ચલાવી રહ્યો હતો. તે સોસાયટીમાં પૂરપાટ ઝડપે સાયકલ ચલવી રહ્યો હતો. આ દરમ્યાન સોસાયટીમાં રહેલા બમ્પર પરથી સાયકલ કૂદાવવા જતા ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. બાળકની સાઇકલનું આગળનું વ્હિલ નીકળી જતા ઉંધા માથે પટકાયો હતો.સદનસીબે ઘટનામાં બાળકનો જીવ બચી ગયો છે.

રખડતા ઢોરનો ત્રાસ ક્યારે અટકશે?
મહીસાગરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રખડતા પશુનો આતંક હજુ સુધી યથાવત છે. મહીસાગરના લુણાવાડામાં રખડતા પશુએ બે લોકોને અડફેટે લેતા બંનેને ઇજા પહોંચી છે. જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. લુણાવાડાના ગણેશ મંદિર નજીક રખડતા ઢોરે વૃદ્ધ તેમજ બાળકીને અડફેટમાં લેતા બાળકી અને વૃદ્ધને ઈજા પહોંચી છે. ત્યારે લુણાવાડામાં રખડતા પશુની કામગીરી અંગે પણ સવાલો ઉઠ્યા છે.તો આ તરફ તાજેતરમાં જ વડોદરા અને ભરૂચમાં રખડતા પશુનો આતંક સામે આવ્યો હતો. વડોદરામાં રખડતા પશુએ એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક્ટિવા ચાલક સમા વિસ્તારથી અભિલાષા કેનાલ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર અચાનક ઢોર આવી જતા એક્ટિવા અથડતા એક્ટિવા સવાર બન્ને વ્યક્તિને ઈજાગ્રસ્ત થયા હતા. તો ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરે વિદ્યાર્થિની પર હુમલો કર્યો હતો. રેલવે પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની શાળાથી ઘરે જતી હતી. એ સમયે રખડતા પશુએ વિદ્યાર્થિની પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અગાઉ પણ જંબુસરમાં વિદ્યાર્થીની પર ગાયે હુમલો કર્યો હતો. ત્યારે વારંવાર બનતી ઘટનાને લઈ સ્થાનિકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.

રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો

કોડીનારમાં દારૂના દૂષણ સામે ઉઠેલી વ્યાપક ફરિયાદોને લઈ કોડીનારમાં નવનિયુક્ત PI આર.એ. ભોજાણી દ્વારા છેલ્લા 15 દિવસથી કોડીનાર તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે કોડીનારમાં દેશી દારૂનો અડ્ડો જમાવી બેઠેલાં કુખ્યાત બૂટલેગરને ત્યાં પોલીસે રેડ કરી હતી. એ દરમિયાન PI સહિત ત્રણ કર્મીઓ ઉપર કુખ્યાત બૂટલેગરો તથા તેમના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કારના કાચની પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં ત્રણ પોલીસ કર્મીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાના આગલા દિવસે એટલે કે તારીખ 11ના રોજ પણ બૂટલેગર મૂળજી વિરુદ્ધ ફરજ રુકાવટનો ગુનો નોંધાયો હતો. ફરજ રુકાવટના તેમજ ડી.ઓ.ના કામે તપાસમાં ગયેલી પોલીસ સ્ટાફ પર હુમલો થયો હતો. આરોપી મૂળજી વિરુદ્ધ પોલીસ ચોપડે લિસ્ટેડ બૂટલેગર આરોપી હોવાથી આરોપી અને તેના પરિવારના સભ્યોએ લોખંડની કોસ, લાકડી સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ બાબરીયાએ 6 શખ્સો વિરુદ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવેલી છે. જ્યાં હત્યાની કોશિશ, ફરજ રૂકાવટ અન્વયે IPC 307, 332 સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: