- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Home Minister Harsh Sanghvi Along With MLAs From All Five Assembly Constituencies Attended The Program Organized By Amreli District Police Family.
અમરેલી3 કલાક પહેલા
અમરેલી જિલ્લા પોલીસ આયોજિત કાર્યક્રમ યોજાયો જેમા ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવુતિ અટકાવવાના પ્રયાસ રૂપે બેંકોના સહયોગથી યોજાયેલા લોન ધિરાણ કેમ્પમાં લોન મેળવનાર કુલ 126 લાભાર્થીઓને ચેક અપર્ણ કર્યા મોટી સંખ્યામાં જિલ્લામાંથી અલગ અલગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં અમરેલી શહેરના પ્રતિષ્ઠિત લોકો અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાયબ દંડક કૌશીક વેકરીયા,ધારાસભ્ય હીરા સોલંકી,ધારાસભ્ય મહેશ કસવાળા,ધારાસભ્ય જે.વી.કાકડીયા, ધારાસભ્ય જનક તળાવયા,સાંસદ નારણ કાછડીયા,ભાજપ નેતા ડો.ભરત કાનાબાર,રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર,એસપી સહિત પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
યુવા સંવાદ 2023 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે યુવાનોના યોગદાન માહિતી માર્ગદર્શન મોરિવેશન અને યુવાનોને માર્ગદર્શન આપ્યું હતુ મોટી સંખ્યામાં સંવાદ કાર્યક્રમમાં શહેરના યુવાનો સહિત કાર્યકરો વેપારી ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પ્રવચન દરમ્યાન વિકાસના કામો અંગે અમરેલીના પાંચેય ધારાસભ્યોને અભિનંદન આપ્યા અને કોંગ્રેસનું નામ લીધા વગર કટાક્ષ કર્યા તમે બધાએ અહીંયા કેવું દુષણ હતું તે દુષણને સાફ કરી દીધું છે તે માટે અભિનંદન આપું છુ હું અમરેલી જિલ્લા પોલીસને અભિનંદન આપવા આવ્યો છું એસપી અને આખી તેમની ટીમને અભિનંદન આપું છું રાજ્યના પોલીસએ એક સંકલ્પ લીધો ગુજરાતના ખૂણામાં કોઈ ભી વ્યાજનો ધંધો ચલાવતા હોય તો તેમને ગુજરાત છોડવું પડશે પોલીસએ 1000 ઉપરાંતના લોકોને જેલ ભેગા કર્યા અને 3500 જેટલા લોક દરબાર યોજયા હતા.