હું સવારે ઘરે ન આવું તો વડોદરાથી સુરત સુધીના પોલીસ સ્ટેશનમાં તપાસ કરી લેવી, રાત્રે પત્નીને કહી ચોરી કરવા નીકળેલો ચોર ભરૂચમાં ઝડપાયો | If I don't come home in the morning, check in the police station from Vadodara to Surat, the thief who went out to steal at night by telling his wife was caught in the act. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • If I Don’t Come Home In The Morning, Check In The Police Station From Vadodara To Surat, The Thief Who Went Out To Steal At Night By Telling His Wife Was Caught In The Act.

ભરૂચ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મૂળ અમદાવાદ અને હાલ વડોદરા રહેતો 27 વર્ષથી માત્ર ચોરીઓ જ કરતા રીઢા ગુનેગારને ભરૂચ સી ડિવિઝન પોલીસે હાઇવેની નર્મદા ચોકડી પરથી પકડી પાડ્યો છે. રાતે ઘરેથી નીકળતા પત્નીને આ ચોર હું સવારે ઘરે ન આવું વડોદરાથી સુરત સુધીના પોલીસ સ્ટેશનમાં હોઈશ કહીને ચોરી કરવા નીકળી પડતો.

છેલ્લા 27 વર્ષથી ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી કરતા તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનના 15 થી વધુ મીલ્કત સબંધી ચોરીના ગુનાઓમાં પકડાયેલ રીઢા ચોરને ચોરીની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી સાથે ભરૂચ સી ડિવિઝન પોલીસે પકડ્યો છે. સી ડિવિઝન PI એચ.બી.ગોહિલની સુચના આધારે ASI શૈલેષભાઇ, સુનીલભાઈ, વિજયભાઇ સહિતનો સ્ટાફ મીલ્કત સબંધી ગુનાઓ અટકાવવા વાહન ચેકીંગની કામગીરીમાં નર્મદા ચોકડી ખાતે હતા.દરમ્યાન શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પીકઅપ રજીસ્ટર નંબર GJ – 01 – DV 9392 ને રોકી ઈ – ગુજકોપના પોકેટ કોપમાં સર્ચ કરતા બોલેરો પીકઅપ ગાડી અમદાવાદ શહેરના દાણીલીમડામાંથી ચોરી કરાઈ હોવાનુ ખુલ્યું હતું.

વડોદરાના કીશાન નગર ખાતે રહેતો મૂળ દાણીલીમડાનો સીકંદર ઉર્ફે ફરીદ હુશેન ઈબ્રાહીમ સૈયદની પુછપરછ દરમ્યાન પોતે છેલ્લા 27 વર્ષથી રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના 15 ગુનાઓમા પકડાયો છે. આરોપી ચોરીના ગુનામાં 2 વર્ષની સજા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ભોગવી છે. જ્યારે ભુજ , પોરબંદર , રાજકોટ , અમદાવાદ ખાતે 5 વખત પાસા પણ કાપી આવ્યો છે.

27 વર્ષથી ચોરીનું જ એકમાત્ર કામ કરતો સિકંદર ઉર્ફે ફરીદ પ્રથમ પોતાની મનપસંદ એવી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીની ચોરી કરતો અને તે પીક અપ ગાડી લઈ રાજ્યના અલગ જીલ્લામાં જતો. ફક્ત હાઈવે ઉપર આવતી ફેબ્રિકેશનની દુકાનો તેમજ હાઈવે ઉપર પાર્ક કરેલા મોટા વાહનો તેમજ ટ્રેકટરો કે જેઓની બેટરી સરળતાથી મળી જાય તેવાને ટાર્ગેટ કરી તેની ચોરી કરતો હતો. રાતે વડોદરાથી નીકળતા પહેલા પત્નીને કહી ને જતો, હું સવારે ના આવું તો સુરત સુધીના કોઈપણ પોલીસ સ્ટેશનમાં હોઈશ. પીકઅપ વાન ચોરી તેમાં વડોદરાથી સુરત સુધી ફેરો મારી હાઈવેની બન્ને બાજુથી જે કઈ મળે તે ચોરી વાહનમાં નાખી દેતો. જોકે આ ચોર સવારે 6 વાગ્યા પહેલા કરજણ ટોલ પાર કરી લેતો હતો.

ભરૂચ સી ડિવિઝન પોલીસે આરોપીની 20 લોખંડની બોફ્સ પાઈપો, 61 પટ્ટીઓ, ટ્રકના 2 લોખંડના વ્હીલ ડિસ્ક, ટ્રકના 2 કમાન, બોરવેલની 19 પાઈપો, અલગ અલગ કંપનીની 17 બેટરીઓ અને મહિન્દ્રા બોલેરો પીકઅપ મળી કુલ ₹3.96 લાખના ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post