સફેદ મુસળીનું મોટે પાયે વાવેતર કરી ક્લસ્ટર કલ્ટીવેશન ફેસીલીટેટર તરીકે ડાંગનો ડંકો વગાડતા જયેશ મોકાશી | Jayesh Mokashi playing the drum as Cluster Cultivation Facilitator by planting white Musli on a large scale | Times Of Ahmedabad

ડાંગ (આહવા)2 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાની આબોહવામાં થતા અતિકિંમતી ઔષધિય પાક એવા ‘સફેદ મુસળી’ના સામૂહિક વાવેતર અને ઉત્પાદન માટે, ડાંગનો ડંકો વગાડતા ભવાડી ગામના સાહસિક ખેડુત જયેશ મોકાશીએ, ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડની ‘નેશનલ આયુષ મિશન’યોજના અંતર્ગત ન ફક્ત સ્વયં લાભ લીધો, પરંતુ ડાંગ સહિત આસપાસના જિલ્લાઓના હજારો ખેડૂતોને પણ આ યોજનાનો લાભ અપાવી, અનેક ઈનામ-અકરામ પોતાને નામે અંકિત કર્યા છે. એક સામાન્ય ખેત મજૂર તરીકે પોતાની આજીવીકા પૂરતી ખેતીની જમીનમાં સહપરિવાર પ્રસ્વેદ સિંચતા આ મહેનતકશ ખેડૂતને ‘વન અધિકાર અધિનિયમ’ હેઠળ, રાજ્ય સરકારે અંદાજીત રૂપિયા નવેક લાખની કિંમતની 1.44 હેકટર જેટલી જમીનના માલિક બનાવતા, આ ખેડૂતે નવા જોમ અને જુસ્સા સાથે, પોતાના ચાર સંતાનો અને પત્ની સાથે સામૂહિક ખેતી કરી, આર્થિક પ્રગતિના દ્વારે ટકોરા માર્યા.

રાત દિવસની કાળી મજૂરી કરતા આ પરિવારે ડાંગ જિલ્લાના જળ, વાયુ, અને જમીન જેને ખૂબ જ માફક આવી રહ્યા છે. તેવા ઔષધિય પાક ‘સફેદ મુસળી’ના વાવેતર અને ઉત્પાદન તરફ સાહસિક કદમ ઉઠાવી, ન પોતે સફળ થયા, પરંતુ આસપાસના તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારના હજારો ખેડૂતોને પણ ‘સફેદ મુસળી’માં જોતરી સૌને સફળતાનો સ્વાદ ચખાડ્યો. લુપ્ત થતા જતા અતિકિંમતી એવા ઔષધિય પાકના જતન, સંવર્ધન સાથે તેના સામૂહિક વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે જયેશભાઈની કામગીરી, યોગદાન અને તેમની તથા તેમના પરિવારની નિષ્ઠા જોતા આજ દિન સુધી તેમને ડઝનબંધ ઉપરાંત સન્માનપત્રો મળી ચૂક્યા છે.

જયેશભાઈ મોકશીને મળેલા સન્માન
સને 2008થી ‘સફેદ મુસળી’ સાથે નાતો જોડનારા જયેશભાઈને તત્કાલીન ધારાસભ્ય માધુભાઈ ભોયે દ્વારા પુરસ્કૃત કરાયા હતા. ત્યારથી શરૂ કરીને આજદિન સુધી તેમને અનેક માન, અકરામ, રોકડ પુરસ્કારો, ટ્રોફી-શીલ્ડ, પ્રમાણપત્રો, પ્રશસ્તિપત્રો મળી ચૂક્યા છે. સરપંચથી લઈને ધારાસભ્ય અને સંસદસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખથી લઈને મંત્રીઓ સહિતના વિવિધ પદાધિકારીઓ, કલેક્ટરથી લઈને સચિવ સ્તરના અધિકારીઓના પ્રશંસાપત્રો, મંત્રીશ્રીઓના પ્રમાણપત્રો, અનેક સંસ્થાઓ દ્વારા સન્માનપત્રો, તથા 2022/23માં મધ્યપ્રદેશના ઈન્દોર સ્થિત સોશયલી પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા ‘ભારત ભુષણ પુરસ્કાર’ પણ તેમને મળી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post