Tuesday, March 21, 2023

કલેક્ટરની મંજૂરી વગર સભા, સરઘસ, રેલી કાઢી તો ગયા સમજજો; ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે | If a meeting, procession, rally is held without the permission of the Collector, it is considered gone; Violators will be punished | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • If A Meeting, Procession, Rally Is Held Without The Permission Of The Collector, It Is Considered Gone; Violators Will Be Punished

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા, સરઘસ, રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 23/03/2023ના રોજથી તા. 06/04/2023 (બન્ને દિવસો સહિત) સુધીની મુદત માટે કોઇપણ સભા, સરઘસ, રેલી માટે ઉક્ત મનાઇ હુકમ ફરમાવ્યો છે.

ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમા જોડાનાર વ્યકિતઓને તેમજ સંબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ/સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવી લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલને તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.