ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો; ધારાસભ્ય, રેન્જ IG સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા | Check distribution program held by East Kutch Police in Gandhidham; Dignitaries including MLA, Range IG were present | Times Of Ahmedabad

ગાંધીધામ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના પ્રયત્નોથી ગાંધીધામના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની ઉપસ્થિતમાં લોન વિતરણ મેળાનું આયોજન કરાયું હતું. જરૂરિયાતમંદ લોકો જાણકારીના અભાવે બેંકમાં લોન લેવા જતાં નથી અથવા તો અપૂરતા ડોક્યુમેન્ટ્સને કારણે તેમને લોન મળતી નથી. જેથી નાછૂટકે ઊંચા દરે વ્યાજે નાણાં મેળવી વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઈ જતાં જરૂરિયાતમંદોને સરળતાથી બેંક લોન મળી શકે તે માટે લોન માર્ગદર્શન, લોન વિતરણનું આયોજન કરી પોલીસ વિભાગે ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે.

બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમવર્ગના જરૂરિયાતમંદ લોકો પોતાની નાંણાકીય જરૂરિયાત વખતે વ્યાજ વટાવનો ગેરકાયદેસર ધંધો કરતાં તત્ત્વો પાસેથી લોન મેળવતા હોય છે. ખૂબ ઊંચા વ્યાજે નાણાં ધીરનારની પઠાણી ઉઘરાણીનો ભોગ બનતા હોય છે. ઘણા કિસ્સાઓમાં મુદ્દલથી વધુ રકમ ચૂકતે કરી દેવા છતાં પણ ઉઘરાણી ચાલુ રાખી વ્યાજખોરો ગરીબોને રંજાડતા રહે છે. આવા કિસ્સાઓમાં જરૂરિયાતમંદ લોકો વ્યાજખોરો પાસે જવાના બદલે બેંક મારફતે લોન લોકોને અપાવવા માટે પોલીસ તંત્ર દ્વારા પ્રયત્નોથી મંજૂર થઈ છે.

આવા લોકોને આજે લોન વિતરણ કાર્યક્રમમાં ચેક આપવામાં આવ્યા હતા. આજે પોલીસ તંત્રના પ્રયાસથી વિવિધ બેંક દ્વારા 100 જેટલા લાભાર્થીઓને પચાસ લાખથી વધુ લોન મંજુર કરવામાં આવી છે. જેમાં જુદા જુદા લાભાર્થીઓને બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી વગેરેના હસ્તે આ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

પ્રાસંગિક પ્રવચન આપતાં જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા બોડર છે. રેન્જ આઈજી જે.આર.મોથાલીયા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે, લાભાર્થી લોકોને બેંક લોન મેળવવામાં કોઈ સમસ્યા હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરશે તો પોલીસ તેમને લોન મેળવવા સહાયભૂત બનશે. આ તકે ઉપસ્થિત વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના પ્રતિનિધિઓએ બેંકોની વિવિધ લોન યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમને બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા અન્ય આગેવાનોના હસ્તે ખુલ્લો મુકાયો હતો.

અન્ય સમાચારો પણ છે…