સુરતના ડુમસ પોલીસનો અનોખો પ્રયાસ, વૃદ્ધાશ્રમના વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઇ જઈ જીવનના અંતિમ પડાવમાં સ્મિત રેલાવ્યું | A unique effort by Surat's Dumas Police brought a smile to the end of life by taking the elders of the old age home for a walk at Dumas Beach. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Unique Effort By Surat’s Dumas Police Brought A Smile To The End Of Life By Taking The Elders Of The Old Age Home For A Walk At Dumas Beach.

સુરત5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ડુમસ પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો. - Divya Bhaskar

ડુમસ પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો.

સુરતના ડુમસ પોલીસ દ્વારા આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ડુમસ પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વયો વૃદ્ધ માટે અનોખો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લાવવામાં આવ્યા હતા જ્યાં તમામની સાથે પોલીસે અલગ મલકની વાતો કરી હતી, તેમને નાની મોટી રમતો રમાડી હતી અને ડુમસ બીચના પ્રખ્યાત ભજીયા ખવડાવીને તેમના જીવનના અંતિમ પડાવમાં પણ ખુશ બની રહે તેઓ અનોખો પ્રયાસ કર્યો હતો.

પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો માટે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
પોલીસ ગુનેગારો માટે કડક કાર્યવાહી કરવા માટે જાણીતી છે. પરંતુ પોલીસની ખાખી પાછળ તેમની માનવતા અને સહજતા પણ રહેલી છે. તે આજે જોવા મળ્યું હતું. સુરતમાં પોલીસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઋણ સ્વીકાર નામના કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઇ જવામાં આવ્યા હતા. તેમજ તેમની ઉંમરને લગતી વિવિધ ગેમ તેમજ દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવામાં આવી હતી.

વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પોલીસે દરિયા બીચ પર ફરવા લઈ જવાયા
​​​​​​​
સુરતમાં ડુમસ પોલીસ દ્વારા ઋણસ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીમૈયા વૃધ્ધાશ્રમના વયોવૃધ્ધો વડીલો કે જેમણે આજીવન આપણા દેશની પ્રગતિ અને ઉન્નતી માટે કોઇને કોઇ માધ્યમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફાળો આપ્યો છે. જેથી આ વડીલોએ પોતાના જીવનમાં દેશની ઉન્નતી માટે આપેલ અનુદાનને ઋણ તરીકે ગણી, આજે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે તેવી ભાવનાને ધ્યાને રાખી તથા પોલીસ હરપળ તેમની સાથે જ છે. તેવો તેમને અનુભવ થાય તેવી શુભ આશય સહ આ વડીલોને આજે ડુમસ પોલીસ દ્વારા દરિયા ગણેશ બીચ પર ફરવા માટે લાવવામાં આવ્યા હતા.

વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને પોલીસે આનંદ અપાવ્યો
​​​​​​​
ડુમસ પોલીસ દ્વારા વડીલો સાથે આજે ખાસ સમય વીતાવવામાં આવ્યો હતો જેમાં પોલીસે વૃધ્ધો સાથે જીવનની વિવિધ પ્રકારની અલક-મલકની વાતો કરી હતી.તેમજ તેમની ઉંમરને લાગતી નાની-મોટી રમતો રમાડવામાં આવી હતી. દરિયા કિનારે વૃદ્ધોને પોલીસે સંગીત ખુરશી જેવી રમતો રમાડી હતી. સાથે દરીયા કિનારા પર પોલીસે ડુમસના ભજીયા ખવડાવી તમામને તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવા વિશેષ પ્રયાસ કર્યો હતો.

પોલીસની માનવતા મહેકાઈ હતી
ડુમસ પોલીસના આ પ્રકારના કાર્યક્રમની ખાખીની પાછળ પણ એક સહજતા અને માનવતાની મહેક જોવા મળી હતી. વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે પોલીસે આજે દરિયા બીજ ખાતે જે પ્રકારનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કર્યો હતો તેના કારણે આ વયોવૃધ્ધોના ચહેરા પરની જે ખુશી હતી તે એક આત્મસંતોષ આપી જાય તે પ્રકારની હતી. આ સમગ્ર કાર્યક્રમને લીધે આ વયોવૃધ્ધોને તેમજ પ્રજાને પોલીસ પોતાના મિત્ર છે તેવી લાગણીનો અનુભવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે…