IMAનો સરકારના રાઈટ ટુ હેલ્થ બિલનો બોટાદમાં વિરોધ, બિલ મુજબ ખાનગી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર કરાવી શકાશે | IMA's opposition to the government's Right to Health Bill in Botad, according to the bill, free treatment can be provided in private hospitals | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • IMA’s Opposition To The Government’s Right To Health Bill In Botad, According To The Bill, Free Treatment Can Be Provided In Private Hospitals

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે બોટાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં રાજસ્થાન સરકાર દ્વારા ‘રાઈટ ટુ હેલ્થ’ બિલ રજૂ કરવામાં આવેલ છે. જે બિલમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર, ફ્રી મેડિસિન સહિત દર્દીને ઘર સુધી ફ્રી ટ્રાન્સપોર્ટ આપવાની સુવિધા ખાનગી ડૉક્ટરો દ્વારા આપવાની રહેશે. જે અંતર્ગત આજે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તમામ જગ્યાઓ પર આવેદનપત્ર સાથે બિલના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિલના વિરોધ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજસ્થાન સરકારના આ બિલને લઈ ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોને પોતાની હોસ્પિટલો બંધ કરવી પડે તેવી હાલત સર્જાવાની ભીતિ ડૉક્ટર્સ સેવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ તુષાર રોજેશરા દ્વારા આ વિશે જણાવવામાં આવ્યું હતું

બોટાદ જિલ્લા ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તુષાર રોજસરા દ્વારા રાજસ્થાન સરકારના આ બિલને લઈ આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે રાજસ્થાન સરકાર દ્વારા ત્યાંના લોકોને લઈ સરકાર દ્વારા વધુને વધુ આરોગ્યની સુવિધા અંતર્ગત બિલ્ડીંગો તેમજ આરોગ્ય લક્ષી સાધનો મળી રહે તે મુજબ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ નહીં કે આ પ્રમાણેનું બિલ લાવવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોને બંધ કરવી પડે તેવી સ્થિતિ ઊભી ન થાય તે જરૂરી છે. આ પ્રમાણે બિલ કાયદો બને તો ખિસ્સામાંથી કોઈ ડૉક્ટર ખર્ચ ન કરે. જેને લઈ હોસ્પિટલોને તાળાં મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم