અમરેલી જિલ્લામાં લાંબા સમયથી વીજબિલ ન ભરનારા ગ્રાહકોના ટ્રાન્સફોર્મર અને કનેકશન ઉતારવાની કામગીરી શરૂ | In Amreli district, the operation of removing transformer and connection of customers who have not paid their electricity bills for a long time has started. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • In Amreli District, The Operation Of Removing Transformer And Connection Of Customers Who Have Not Paid Their Electricity Bills For A Long Time Has Started.

અમરેલી22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લામાં દર વર્ષે પીજીવીસીએલ વિભાગ દ્વારા લાઈટ બિલ બાકી હોવાને કારણે રીતસર ઉઘરાણી કરવા વીજવિભાગને આવવાની ફરજ પડે છે. વીજવિભાગ દ્વારા છેલ્લી ઘડીએ વીજ કનેક્શન કટ કરવાની ફરજ પડે છે. ત્યારે આ વર્ષે અમરેલી જિલ્લામા તારીખ 26 માર્ચ 2023, રવિવાર, સાવરકુંડલા વિભાગમાં વીજજોડાણો માટે બાકી વીજબિલની રિકવરી માટે જીયુવીએનએલ પોલીસની હાજરીમાં 300 જેટલા વીજ જોડાણોના મીટર સર્વિસ ઉતારી લેવામાં આવ્યા છે.

ખેતીવાડી વીજ જોડાણો માટેના ટ્રાન્સફોર્મર રાજુલા તાલુકાના મોટા અગરિયા સહિત અલગ અલગ વિસ્તારથી ઉતારવામાં આવ્યા છે. આ પ્રકારની ઝુંબેશ આવનારા દિવસોમાં વધુ સક્રિય પણે ચાલુ રાખવાના મૂડમાં જોવા મળી રહી છે વીજ ગ્રાહકોને બાકી લેણી રકમ તુરંતમાં ભરપાઈ કરવા સાવરકુંડલા વિભાગીય કચેરી દ્વારા ફરીવાર જાહેર અપીલ કરવામાં આવી છે.અને આજે તો ટ્રાન્ફર્મર ઉતારી મોટી કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે…